GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

88

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૯૭. ‘સાપને ઘેર પરોણો સાપ’ કહેવત અર્થ
– સમાન ગુણ સ્વભાવવાળાનો એક બીજા સાથેનો વ્યવહાર અનુકુળ હોય છે.
પ૯૮. નીચેનામાંથી કયું સમાનાર્થી જોડકું ખોટું છે ?
– શાર્દુલ- મહિષી-મર્કટ
પ૯૯. ‘ઉછંગ’નો સાચો પર્યાય લખો
– ખોળો
૬૦૦. નીચેના તળદપા – શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પો ખોટો છે ?
– વેળા-વળવું
૬૦૧. નીચેના તળપદા -શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ સાચો છે ?
– પેઠે-સાંજે
૬૦ર. ડોહા વાડી-ખેતરમાં કામ કરે છે. – રેખાંકિત પદ કોઈ વિભકિત દર્શાવે છે ?
– સપ્તમી
૬૦૩. નીચેનામાંથી કઈ વિભકિત ક્રિયાનુ સાધન, રીત, માધ્યમ કે કારણ દર્શાવે છે ?
– તૃતીયા વિભકિત
૬૦૪. નીચેનામાંથી કયું વાકય નિપાતવાળું છે ?
– એ અને રોશની આવ્યા પણ ખરા.
૬૦પ. નીચે આપેલા વાકયોમાં કયા વાકયમાં નિપાતનો ઉપયોગ થયો નથી.
– કલ્પના સફેદ કાર લઈને આવશે.
૬૦૬. નીચેના વાકયોમાં કઈ રચના પ્રેરકવાકયમાં નથી ?
– અત્યારે આપણે મૌન રાખવનું છે.
૬૦૭. નીચેનામાંથી પ્રેરકવાકય શોધીને લખો.
– તેણે દાખલા ગણાવડાવ્યા.
૬૦૮. ધાતુ સાથે ‘આવડત’ પ્રત્યય લાગીને કઈ રચના બને છે ?
– પુનઃપ્રેરક
૬૦૯. ‘સોદરી વળવી’ રૂઢિપ્રયોગનો અર્થ શો થાય ?
– સંતોષ થવો
૬૧૦. ‘જુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો’ વાકયને કર્મણિ પ્રયોગમાં ફેરવતા કયું વાકય બનશે ?
– જુમાથી શોખ ખાતર એક પાડો પળાયો
૬૧૧. પદ, પદો, પદસમુહો, વાકયો કે વાકયખંડોને જોડવાનું કામ કરતા પદોને શું કહે છે ?
– સંયોજક
૬૧ર. વાકયોનો અર્થ પુરો કરવા માટે જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી નથી તેને શું કહે છે ?
– અકર્મક ક્રિયાપદ
૬૧૩. જે લોકો કચ્છમાં રહ્યા, એ સૌ કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા. અહીં રેખાંકિત શબ્દ કયા પ્રકારનું નામ સુચવે છે ?
– ભાવવાચક
૬૧૪. ‘ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયોને બાળકો સૌ હાજર’ વાકયમાંથી રવાનુકારી શબ્દપ્રયોગ શોધો
– ઢમઢમ
૬૧પ. ‘હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરૂં?’ વાકયમાં પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવો.
– કેમ
૬૧૬. ‘સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે’ – આ વાકયમાં રેખાંકિત શબ્દ શું સુચવે છે ?
– વિશેષ્ય
૬૧૭. ‘પ્રાગડ ફુટવું’ એટલે શું ?
– પરોઢિયુ થવું
૬૧૮. ‘જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપતિનું નુકસાન કરવા બરાબર છે.’ – દ્વિરુકત શબ્દપ્રયોગ શોધો
– તોડફોડ
૬૧૯. વિરૂદ્ધાર્થી શબ્દ આપો : ‘અતિવૃષ્ટિ’
– અનાવૃષ્ટિ
૬ર૦. સાચી જોડણી શોધી કાઢો
– અંતરિક્ષ
ં૬ર૧. સાચો સમાસ ઓળખો : ‘નામઠામ’
– ઈતરેતર દ્વન્દ્વ
૬રર. અલંકાર ઓળખાવો : ‘બોર શું આંસું એકૈક બાને નેત્ર ઠર્યુ નહિ.’
– ઉપમા
૬ર૩. શબ્દસમુહ માટે એક શબ્દ : ‘તાકેદની સખત ઉધરાણી’
– તકાજો
૬ર૪. સંધિ છુટી પાડો : ‘તેજોવધ’
– તેજસ + વધ

Previous articleક્ષમા કરવાની કળા:- તરુણ ઢોલા (વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next articleપીએફ વ્યાજ દરમાં ૪ દાયકાના તળિયે, ૮.૧૦% કરાયો