નાની ઉંમરે બાળકોને શાળાએ ન મોકલો, વિકાસ રુંધાય છેઃ સુપ્રીમ

44

નવીદિલ્હી,તા.૨૬
સુપ્રિમ કોર્ટે નાની ઉંમરમાં બાળકોના શાળાએ જવાના મુદ્દે સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે બાળકોના શાળાકીય શિક્ષણને લઈને વાલીઓની ચિંતા પર કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બાળકોને તેમના માનસિક સ્વાસ્થ્યના હિતમાં ખૂબ નાની ઉંમરે શાળામાંના મોકલવા જોઈએ. માતા-પિતા ઇચ્છે છે કે તેમના બાળકો બે વર્ષના થાય કે તરત જ શાળા શ કરે, પરંતુ આનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે આ અંગે ટિપ્પણી કરી છે. બેંચ આગામી શૈક્ષણિક સત્ર માટે કેન્દ્રીય વિધાલયમાં ધોરણ ૧ માં પ્રવેશ માટે છ વર્ષના લઘુત્તમ વય માપદંડને પડકારતી માતાપિતાની અપીલની સુનાવણી કરી રહી હતી.વાલીઓએ દિલ્હી હાઈકોર્ટના ૧૧ એપ્રિલના આદેશને પડકાર્યેા હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય વિધાલય સંગઠનએ માર્ચ ૨૦૨૨ માં પ્રવેશ પ્રક્રિયા શ થયાના ચાર દિવસ પહેલા પ્રવેશ અંગેના માપદંડમાં અચાનક ફેરફાર કર્યેા હતો. અગાઉનો માપદડં પાંચ વર્ષનો હતો. કોર્ટે આગળ કહ્યું કે સુનાવણી દરમિયાન, બાળકોને શાળાએ મોકલવા માટે યોગ્ય ઉંમર શું છે તે અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો છે. બાળકોને શાળાએ મોકલવા દબાણ કરશો નહીં, તેનાથી તેમના સ્વાસ્થ્ય પર ઐંડી અસર પડી શકે છે. કોર્ટે વાલીઓ તરફથી હાજર રહેલા વકીલને કહ્યું, સમસ્યા એ છે કે દરેક માતાપિતાને લાગે છે કે તેમનું બાળક એક પ્રતિભાશાળી છે જે કોઈપણ ઉંમરે શાળામાં બેસી શકે છે. ત્યાર બાદ, સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે ૨૧ રાયોએ એનઈપી હેઠળ પ્રથમ વર્ગ માટે ૬ પ્લસ સિસ્ટમ લાગુ કરી છે. જે ૨૦૨૦ માં આવી હતી અને આ નીતિને પડકારવામાં આવી ન હતી. આ પછી કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશની પુષ્ટ્રિ કરતા અપીલને ફગાવી દીધી હતી. આ જ મામલે ૧૧ એપ્રિલના તેના આદેશમાં, હાઈકોર્ટએ માતાપિતાની અરજીને ફગાવી દીધી હતી કે તેમને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો નથી.જયારે, શિક્ષણશાક્રી મીતા સેનગુાએ જણાવ્યું હતું કે, શાળામાં અપાતુ પ્રારંભિક શિક્ષણ સારો પાયો નાખે છે, પરંતુ તે કાળજી સાથે ચલાવવું જોઈએ. શઆતના વર્ષેામાં અપાતુ શિક્ષણ બાળકની અન્ય ક્ષમતાઓનું નિર્માણ કરે છે. આ સારી બાબત છે, પરંતુ અન્ય લોકો જે દબાણ કરે છે. તે બાળકોના સ્વાસ્થ્ય માટે સાં નથી.

Previous articleઈલોન મસ્ક બન્યા ટિ્‌વટરના નવા બોસ, ૪૪ અબજ ડોલરમાં ડીલ
Next articleબોટાદ જિલ્લામાં પીજીવીસીએલના દરોડા, 1240 જેટલા ગ્રાહકોને વીજ ચોરી કરતાં ઝડપી રૂ. 392 લાખનો દંડ ફટકારાયો