સોશિયલ મીડિયા પર મર્યાદા જાળવો

1127

સોશિયલ મીડિયા પર અનેકવાર લોકો પોતાની મર્યાદા પાર કરી નાખતા હોય છે. જેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે બધાનું કર્તવ્ય છે કે તેઓ આ ટેક્નોલોજીના પ્લેટફોર્મનો ઉપયોગ ગંદકી ફેલાવવા માટે ન કરવાનો સંકલ્પ લે. વારાણસીમાં પાર્ટીના વિભિન્ન વિભાગોના કાર્યકર્તાઓની સાથે નરેન્દ્ર મોદી એપના માધ્યમથી સંવાદ કરતા વડાપ્રધાને કહ્યું કે સોશિયલ મીડિયા પર ક્યારેક ક્યારેક લોકો પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે. કોઈ પણ ખોટી વાત સાંભળે છે અને તેને શેર કરી નાખે છે. તેમણે કહ્યું કે અનેકવાર તો લોકો તેને સાંભળતા પણ નથી. અનેક લોકો એવા શબ્દોનો ઉપયોગ કરે છે કે સભ્ય સમાજમાં અસ્વીકાર્ય છે, શોભા આપતું નથી. મહિલાઓ વિરુદ્ધ આવા શબ્દોનો ઉપયોગ કરાય છે.

સંકલ્પનું આહ્વાન
મોદીએ કહ્યું કે “આ કોઈ રાજકીય પક્ષની વાત નથી. તે સવા સો કરોડ લોકોનો વિષય છે. આવામાં આપણે સંકલ્પ લઈએ કે આ સોશિયલ મીડિયાના ટેક્નોલોજીના પ્લેટફોર્મનો ઉપયોગ ક્યારેય ગંદકી ફેલાવવા માટે ન કરીએ.” તેમણે કહ્યું કે સ્વચ્છતા  અભિયાન દિમાગી સ્વચ્છતા સાથે પણ જોડાયેલું છે. ‘તેમણે કહ્યું કે મોહલ્લામાં તૂ તૂ મેં મેં દરેક દેશમાં થતું હશે. પહેલા ક્યારેય ગામમાં કોઈને ભનક સુદ્ધા લાગતી નહતી. હું તો ક્યારેક ક્યારેક સ્તબ્ધ થઈ જાઉ છું કે આજે બે પાડોશીઓની લડાઈને પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેવાય છે. જે નેશનલ ન્યૂઝ પણ બની જાય છે.’

સારી અને સકારાત્મક ખબરોના મહત્વને રેખાંકિત કરતા વડાપ્રધાને આગળ કહ્યું કે કોશિશ હોવી જોઈએ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ સકારાત્મક ચીજો માટે કરવામાં આવે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે “દેશમાં સકારાત્મક ખબરોનો માહોલ તૈયાર કરવો જોઈએ.” તેમણે કહ્યું કે નકારાત્મક ખબરોથી લોકોમાં નિરાશાનો ભાવ ઉત્પન્ન થાય છે. જ્યારે પ્રકાશ ફેલાશે ત્યારે નિરાશા માટે કોઈ જગ્યા બાકી રહેશે નહીં.

બદલાતા ભારતની તસવીરો શેર કરો
પીએમ મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે તેઓ બદલાતા ભારતની તસવીરો લોકોને દેખાડવા માટે મોબાઈલથી નાના નાના વીડિયો તૈયાર કરો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરો. તેમણે ભાર મૂક્યો કે આજે ભારતના દરેક ગામમાં વીજળી છે, ભારત સૌથી વધુ ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે, દેશ સૌથી ઝડપથી આગળ વધતા વિમાન બજાર અને સૌથી મોટા મોબાઈલ ફોન વિનિર્માતા બની ગયો છે. આવામાં આપણી પાસે પણ ઘણું બધુ છે જે લોકોને ગોરવાન્વિત કરી શકે છે.

તેમણે ‘ટીમ કાશી’ના સમન્વય પર ભાર મૂક્યો. તેમણે સતત ત્રીજા દિવસે એપ દ્વારા વારાણસીમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. વારાણસીમાં વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે રસ્તા, રેલવે અને હવાઈ મથકથી લઈને હજુ વધુ વિકાસ વારાણસીમાં જોવા મળી રહ્યાં છે. તેમણે વારાણસીના વિકાસ માટે પ્રતિબદ્ધતા દોહરાવી.

વડાપ્રધાને સ્થાનિક લોકોને કહ્યું કે 21થી 23 જાન્યુઆરી 2019 સુધી આયોજિત થનારા પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન તેઓ ત્યાં આવનારા લોકોની ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવવાની દિશામાં કાર્ય કરે. મોદીએ 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીમાં મહાત્મા ગાંધીની જયંતીના અવસરે આયોજિત સ્વચ્છતા જ સેવા અભિયાનમાં લોકોને ભાગ લેવાનું કહ્યું.

કાશીને સવારવા માટે આપી ટિપ્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ભાજપના મંડળ કાર્યકર્તાઓ પાસે ‘નરેન્દ્ર મોદી એપ’ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ કર્યો અને કાશીને સંવારવાના નવા તરીકા બતાવ્યાં. આ દરમિયાન વડાપ્રધાને ક્ષેત્રીય કાર્યાલય ગુલાબ બાગ, જિલ્લા કાર્યાલય કંચનપુર અને મહાનગર કાર્યાલય, નીચીબાગના કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સીધો સંવાદ કર્યો.

વડાપ્રધાને મંડળ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને કહ્યું કે 21થી 23 જાન્યુઆરી સુધી બનારસમાં થનારા પ્રવાસી ભારતીય સંનેલન ભાજપનું નહીં, કાશીવાસીઓનું હોવું જોઈએ. સાથે જ તેમણે શહેરને સંવારવાની ટિપ્સ આપી.

પીએમ મોદી સાથે સંવાદ કરનારામાં રવિદાસ મંડલ અધ્યક્ષ દીપક રાય અનુસાર તેમણે આ દરમિયાન કહ્યું કે મુદ્રા બેંકિંગથી અનેક લોકોને લાભ તો થયો છે પંરતુ હજુ પણ ગરીબ કારોબારીઓ વ્યાજખોરના ચુંગલમાં ફસાયેલા છે. જેના પર વડાપ્રધાને કહ્યું કે ભાજપના કરાય્કર્તાઓ એવા લોકોનો સંપર્ક કરે અને તેમને મુદ્રા બેંક સાથે જોડવાનું કામ કરે. પ્રવાસી ભારતીય દિવસના આયોજનની તૈયારી પર વડાપ્રધાને કહ્યું કે શહેરને સ્વચ્છ રાખવાનું અભિયાન ચલાવવામાં આવે.