સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવ્ય શણગાર કરી વાઘા તેમજ ગદા, તલવાર, ભાલા, કટાર વગરે શસ્ત્ર ધરાવાયા

78

દેશ-વિદેશમાં વસતા ભક્તોએ શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિતે દિવ્ય શણગાર કરી વાઘા તેમજ ગદા, તલવાર, ભાલા, કટાર વગરે શસ્ત્ર ધરાવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અમાસ નિમિતે તા.30-04-2022ને શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાર્થી એવું કોઠારી સ્વામી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરી વાઘા તેમજ ગદા, તલવાર, ભાલા, કટાર વગરે શસ્ત્ર ધરાવવામાં આવ્યા હતા. સવારે 5:30 કલાકે મંગળા એવ સવારે 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાજી દાદાને દિવ્ય શણગાર કરી વાઘા તેમજ ગદા, તલવાર, ભાલા, કટાર વગેરે શસ્ત્રોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Previous articleરોટરી ક્લબ ઓફ ભાવનગર સાયક્લોથોનનું આયોજન કરશે, આઠથી લઇને એંશી વર્ષના લોકો ભાગ લેશે
Next articleભાવનગરના 299માં જન્મદિવસની રંગે ચંગે ઉજવણી થશે, ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે