રાજયમાં કાળઝાળ ગરમી યથાવત : લોકો ત્રાહિમામ

1314

રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ આજે રવિવારના દિવસે પણ જારી રહ્યો હતો. અનેક વિસ્તારોમાં પારો ૪૪ની નજીક પહોંચ્યો હતો. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩.૩ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના અન્ય જે ભાગોમાં પારો ૪૩થી ઉપર રહ્યો હતો તેમાં ડિસામાં ૪૩, ગાંધીનગરમાં ૪૩, અમરેલીમાં ૪૩.૩, રાજકોટમાં ૪૩.૪, સુરેન્દ્રનગરમાં ૪૩.૮ પારો રહ્યો હતો. આજે જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. રસ્તાઓ સુમસામ દેખાયા હતા. બપોરના ગાળામાં આગઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. તાપમાનમાં આંશિક ઘટાડો થયો હોવા છતાં અમદાવાદમાં આજે બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં બપોરના ગાળામાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું રહ્યું હતું. લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું છે. આગામી દિવસોમાં પણ ગરમીના પ્રમાણમાં વધુ વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઈને કોઈ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ લોકો જોખમ લઈને બહાર નીકળવા માટે તૈયાર નથી. ગરમીના કારણે ઈન્ફેકશનની શક્યતા પણ દેખાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ૧૨ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૪૮૨ કેસ સપાટીઉપર આવ્યા છે જ્યારે કમળાના ૧૨ જ દિવસમાં ૧૦૯ અને ટાઇફોઇડના ૧૨૧ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૨ દિવસના ગાળામાં ૧૭૫ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. તંત્ર તરફથી પણ બિનજરૂરી રીતે લોકોને બહાર ન નિકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવા જરૂરિયાત દેખાઈ રહી છે.
વધતી જતી ગરમી વચ્ચે હાલમાં લોકોને સાવધાવ રહેવાની જરૂર છે. બીજી બાજુ હાલમાં ગરમીથી બચવા માટે તમામ પ્રયાસો જરૂરી છે. વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી બાજુ બહારની ચીજવસ્તુઓને ટાળવા માટે પણ તબીબોની સૂચના છે.

 

Previous articleબનાસકાંઠામાં સરકારી ઘાસની ટ્રક સળગી
Next articleરાજકોટમાં સાસરીયાના ત્રાસ સામે મહિલાની ગાંધીગીરી, મંદિરમાં ધરણા