યોગીએ ભાજપ કાર્યકર્તાઓને આપ્યો ૭૫ સીટનો ટાર્ગેટ

26

યોગી અટલ બિહારી વાજપેયી સાઇન્ટિફિક કન્વેન્શન સેન્ટરમાં પાર્ટીની પ્રદેશ કાર્યસમિટીની બેઠકના સામેલ થયા
લખનઉ, તા.૨૯
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે ભાજપના કાર્યકર્તાઓને અત્યારથી લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારી માટે પ્રેરિત કર્યા છે. યોગી આદિત્યનાથે કહ્યુ કે, આગામી ચૂંટણીને લઈને આપણે અત્યારથી તૈયારી કરવી પડશે. તેમણે કહ્યું કે, આપણે લોકસભાની ૭૫ સીટો જીતવાના લક્ષ્યને લઈને આગળ વધવુ છે. રવિવારે યોગી આદિત્યનાથ અટલ બિહારી વાજપેયી સાઇન્ટિફિક કન્વેન્શન સેન્ટરમાં પાર્ટીની એક દિવસીય પ્રદેશ કાર્યસમિટીની બેઠકના ઉદ્‌ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ૨૬ મેએ પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની સરકારના આઠ વર્ષ પૂરા થવા પર શુભેચ્છાઓ આપી હતી. પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા આદિત્યનાથે કહ્યુ કે, ૨૦૨૪ લોકસભા ચૂંટણીની જમીન આપણે અત્યારથી તૈયાર કરવી પડશે. ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં સારૂ પરિણામ મળ્યું છે, તેથી આપણે ૨૦૨૪ માટે અત્યારથી આગળ વધવુ પડશે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વને આપણે ફરી સાબિત કરવાનું છે, તેથી ૭૫ સીટના ટાર્ગેટ સાથે અત્યારથી આગળ વધો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ કે, તમારા પરિશ્રમથી આ ફરી સાકાર થશે. આ કાર્યસમિતી વિશ્વાસની સાથે આગળ વધશે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ સીટો છે. ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સહયોગીઓ સાથે કુલ ૭૩ સીટ કબજે કરી હતી. જ્યારે લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભાજપને ૬૨ અને અપના દળને બે સીટ મળી હતી.

Previous articleલાલુ પ્રસાદ બિહારની રાજનીતિમાં ફરી સક્રિય,પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી
Next articleમહુવા તાલુકાના સેદરડા ગામે ડેમમાં ડૂબી જતાં એક યુવાન સહિત એક જ પરિવારના ચાર સભ્યોના મોત