મહુવા તાલુકાના સેદરડા ગામે ડેમમાં ડૂબી જતાં એક યુવાન સહિત એક જ પરિવારના ચાર સભ્યોના મોત

71

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામની સીમમાં આવેલ રોઝકી ડેમમાં અકસ્માતે પડેલ યુવાનને બચાવવા જતાં યુવાનની માતા બહેન અને ભાભીના ઉંડા પાણીમાં ડૂબી જતાં કરૂણ મોત નિપજ્યાં છે. હ્‌દય દ્રાવક ઘટના અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે રહેતા અને ખેતી-પશુપાલન સાથે સંકળાયેલ એક પરીવારની મહિલાઓ બપોરના સુમારે ગામની સીમમાં આવેલ રોઝકી ડેમ ખાતે કપડાં ધોવા માટે ગઈ હતી જેમાં મંગુબેન આણંદભાઈ બારૈયા ઉ.વ.૪૫, કાજલબેન પ્રદિપભાઈ બારૈયા ઉ.વ.૨૧, દક્ષાબેન મનુ ઉર્ફે મુન્નાભાઈ શિયાળ ઉ.વ.૨૨ તથા ૨૧ વર્ષિય નિકુલ આણંદભાઈ બારૈયા સાથે હોય એ દરમ્યાન નિકુલ ડેમના પાળે આંટો મારી રહ્યો હતો, એ દરમ્યાન અકસ્માતે તેનો પગ લફસતા ઉંડા પાણીમાં ડુબવા લાગતાં કપડાં ધોઈ રહેલી તેની માતા મંગુબેન એ પુત્રને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું જેમાં એ પણ ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગતાં પુત્રવધૂ કાજલબેન સાસુ દિયરને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી પરંતુ આ ત્રણેય પૈકી એક પણ વ્યક્તિ ને તરતા આવડતું ન હોય આથી ત્રણેય ડુબવા લાગતાં કાંઠે ઉભેલી દક્ષાબેન એ આ ત્રણેય વ્યક્તિ ઓને બચાવવા જતાં એ પણ પાણીમાં ગરકાવ થઈ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને ગામમાં જાણ કરતાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને મોટા ખુંટવડા પોલીસ તથા મહુવા ફાયરબ્રિગેડને અને મામલતદાર ને જાણ કરતાં સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એક જ પરીવારના પુત્ર, માતા, બહેન અને ભાભીની લાશને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, આ ગોઝારી ઘટનાને પગલે સેદરડા ગામમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું સમગ્ર બનાવ અંગે મોટા ખુંટવડા પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleયોગીએ ભાજપ કાર્યકર્તાઓને આપ્યો ૭૫ સીટનો ટાર્ગેટ
Next articleભાવનગર શહેરની પાણી સમસ્યા મુદ્દે કૉંગ્રેસ દ્વારા મનપા કચેરીમાં માટલા ફોડી વિરોધ પ્રદર્શન