કલાપથ સંસ્થાના સંચાલિકા ડો. મૃણાલ ભટ્ટ-દીક્ષિતનો આજે જન્મદિવસ

677

તળાજા સરકારી વિનયન કોલેજના પ્રાધ્યાપિકા અને “કલાપથ” સંસ્થાનાં સંચાલિકા ડો. મૃણાલ ભટ્ટ-દીક્ષિતનો જન્મદિવસ તા.૧૫-૧૧-૨૦૧૯ને શુક્રવારના રોજ છે.તેણી ભાવનગર કલાજગતનાં ગૌરવરૂપ કુશલ દીક્ષિતના પત્ની ને સિહોર તાલુકા પંચાયતના પૂર્વ-પ્રમુખ અને કલામર્મજ્ઞ મનુભાઈ દીક્ષિત “ડિગાજી” અને પૂર્ણિમાબેન દીક્ષિત(શિક્ષણવિદ)નાં પુત્રવધૂ થાય. સુપ્રસિદ્ધ ગાયિકા ડો.ભૈરવી દીક્ષિત અને સુપ્રસિદ્ધ કથક નૃત્યાંગના જિજ્ઞા દીક્ષિત તેમજ પૂર્વી પંડ્યા (રાજકોટ)ના ભાભી થાય.તૃપ્તિબેન ભટ્ટ-દક્ષિણામૂર્તિ શાળા અને ધનંજયભાઈ ભટ્ટ(એલ.આઈ.સી)નાં પુત્રી થાય.ડો.મૃણાલ ભટ્ટ-દીક્ષિત અંગ્રેજી વિષય સાથે એમ.એ અને પી.એચડીની ડીગ્રી ધરાવે છે.તેઓ લોકનૃત્ય કલાનાં ઉચ્ચકોટીનાં કલાકાર અને કોરિયોગ્રાફર છે.આજરોજ પરિવારજનો સાથે જન્મદિવસની ઉજવણી કરી આનંદ માણશે.તો આપ સૌ શુભેચ્છા અને આશીર્વાદ પાઠવશો.