ભાવનગર શહેરની પાણી સમસ્યા મુદ્દે કૉંગ્રેસ દ્વારા મનપા કચેરીમાં માટલા ફોડી વિરોધ પ્રદર્શન

33

પાણી માટે અનેક વિસ્તારોમાં હજુ લાકોને વલખા મારવા પડી રહ્યા છે, ક્યારે આપવામાં આવશે પાણી? : પ્રકાશ વાઘાણી
ઉનાળાના પ્રારંભથી શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ યથાવત છે. ત્યારે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ દ્રારા મહાપાલિકાની કચેરીની બહાર તથા કચેરીની અંદર પણ પાણીનાં પ્રશ્ને માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શહેરની મહાપાલિકાની કચેરી ખાતે આજે સાંજે પાણી પ્રશ્નો કાંગ્રેસ દ્વાર માટલા ફોડી ભાજપના સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

જેમાં લોકોને નિયમીત પાણી આપવા માંગ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં તેમજ ભાવનગરમાં ભાજપનું શાસન છે. આ સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે અને હકીકત જૂદી છે. ભાજપ સરકારના શાસનમાં ભાવનગર શહેરમાં ઘણા વિસ્તારમાં પીવાનું પાણી આવતું નથી. છતાં પણ ભાજપનાં શાસક વિકાસની વાતો કરે છે, જે વિસ્તારમાં પાણી આવે છે ત્યાં પણ ખૂબ ઓછા પ્રેસરથી આવે છે જેથી લોકોને ના છુટકે ઈલેકટ્રિક મોટર મુકવી પડે છે. જેન કારણે લોકોને પાણી બહુ મોંઘુ પડે છે. સમગ્ર ભાવનગરમાં ઇલેકટ્‌ર્કિ મોટર વિના પાણી આવતું નથી. ભાવનગરનાં પ્રજાજનોને ઇલેક્ટ્રિક બિલ તેમજ પાણી બિલ બન્ને ભેગું કરીએ તો, લગભગ રૂ.૫૦૦ જેટલો ખર્ચ ફક્ત મહિને પાણી માટે કરવો પડે છે. શહેરનાં કુંભારવાડા, ચિત્રા ફુલસર, સુભાષનગર તેમજ અન્ય વિસ્તારમાં પાણીનો વિકટ પ્રશ્ર કે તેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માટલા ફોડી વિરોધ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ભાવનગર શહેરનાં આગેવાન અને કાર્યકરોને હાજર રહ્યા હતા.

Previous articleમહુવા તાલુકાના સેદરડા ગામે ડેમમાં ડૂબી જતાં એક યુવાન સહિત એક જ પરિવારના ચાર સભ્યોના મોત
Next article“પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના” હેઠળ જિલ્લાના પાંચ લાભાર્થી બાળકોને કલેકટર યોગેશ નિરગૂડેનાં હસ્તે કીટનું વિતરણ કરાયું