રાજુલા પંથકમાં બેફામ પાણી ચોરી, તંત્ર દ્વારા કાર્યવાહીમાં થતો વિલંબ

845

સમગ્ર રાજ્યમાં દર વર્ષે પાણી ની પારાયણ સર્જાય છે અને સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સૂજ લામ સુફ લામ સહિત  વિવિદ્ય યોજનાઑ બનાવીને લોકોનેપૂરતા પ્રમાણમાં  પાણી મળીરહે તેના પ્રયાશો તો કરવા માં આવી રહ્યા છે અને જળ બચાવો અભિયાન સહિતની જાહેરાતો કરીને પ્રજાને જાગ્રુત કરી ને પાણી બચાવો ના તાયફા ઑ તો કરી રહી છે પરંતુ રાજકીય ઓથ ધરાવતા લોકો દ્વારા જ ખુલ્લે આમ કરવા માં આવી રહી છે બેફામ પાણી ચોરી માત્ર ને માત્ર પોતાના નજીવા સ્વાર્થ માટે થય ને કરવા માં આવી રહ્યા છે.

રાજુલા સહિત અમરેલી જિલ્લા ના ગામો માં પાણી ની પોકાર ઉઠવા પામી છે ત્યારે લોકો ને પીવા પૂરતું પાણી ના મળતા લોકો ના છૂટકે માલ ઢોર ના અવેડા ના પાણી પીવા મજબૂર બન્યા છે અને જ્યાં પાણી મળે છે ત્યાં પણ દસ પંદર દિવસે અપૂરતા પ્રમાણ માં મળે છે અને મહિલા ઑ અને બાળકો પણ પાણી ભરવા માટે દૂર દૂર ભટકવું પડે છે ત્યારે માંડ માંડ પાણી મળે છે તેવામાં રાજુલા પંથકમાં થાય છે બેફામ પાણી ચોરી પોતાના નજીવા સ્વાર્થ ખાતર ઉધોગ કારો કરી રહ્યા છે પાણી ચોરી

ભાવ નગર ઉના નેશનલ હાઈવે બનાવવા નો કોન્ટ્રાક્ટ ધરાવતી એક ખાનગી કમ્પની જે રાજુલા ના વિક્ટર નજીક પોતાના ત્રણ થી ચાર પ્લાન્ટ જુદી જુદી જગ્યા પર ધરાવે છે તે રેતી ધોવા ના ઉપયોગ માટે તે કમ્પની કરી રહી છે લાખો લિટર પાણી ની ચોરી મેઈન લાઇન તોડી ને કરવા માં આવેછે અહીંથી પસાર થતી જી ડબ્લ્યૂ આઈ એલ ની લાઇન માં રાત્રિ ના સમયે ભંગાણ કરી ને કનેક્શન જોડાણ કરી દેવા માં આવે છે ત્યારે અગાઉ પણ તેજ પ્લાન્ટ માં થતી પાણી ચોરી મુદ્દે તંત્ર દ્વારા નોટિસ ફટકારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ કમ્પની પર એક રાજકીય વગદાર જે ના તાર દિલ્લી સાથે ડાયરેક્ટ જોડાય છે તેવા રાજકીય અધિકારી ના ચાર હાથ હોવા થી તે તંત્ર ની ઐસી તૈસી કરી રહી છે અહીં માત્ર ને માત્ર પાણી માટી ધોવા ના ઉપયોગ માં લેવાય રહ્યું છે અને તેનું વેસ્ટ કેમિકલ યુક્ત  પાણી ગામ ના તળાવ માં જતું હોવાથી અહીં પાણી પિતા પશુ ઑ પણ બીમાર પાડવા ના બનાવો વધવા પામ્યા છે

પાણી ચોરી અંગે જાગ્રુત નાગરિક દ્વારા ઉચ્ચકક્ષા યે રજુવાત કરી હોવા છતાં તંત્ર દ્વારાકાર્યવાહી કરવા ને બદલે કાર્યવાહી ની જવાબદારીના દોષ ના ટોપલા  એક બીજા પર  ઢોળવા માં આવી રહ્યા છઅહીં લોકો ને પીવા ના પાણી ના વલખાં છે ત્યારે  જવાબ દાર અધિકારીઓ એક સમયે ફોન ઉપાડવા નો પણ ટાઇમ નથી મળી રહ્યો ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આવા પાણી ચોરો સામે કડક હાથે કાર્યવાહી કરવા માં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Previous articleડિવાઇન ચાઇલ્ડ તેમજ અમદાવાદ પબ્લિક સ્કૂલને નોટિસ
Next articleક્લીન રાજુલા ગ્રીન રાજુલાનો દરિયા કાંઠેથી થયેલો પ્રારંભ