બરવાળા રોજીદ પાસે ટ્રાવેરા કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, છ ને ગંભીર ઈજા

1217

બરવાળા તાલુકાના રોજીદ ગામ પાસે ટ્રાવેરા કાર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષામાં મુસાફરી કરી રહેલા છ લોકોને લોહીયાળ તેમજ મુંઢમાર ગંભીર ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખાનગી વાહનોમાં સારવાર અર્થે બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ધંધુકા-બરવાળા હાઈવે ઉપર આવેલ રોજીદ ગામ નજીક ગઢીયા પેટ્રોલપંપ પાસે તા.ર૯ના રોજ સવારના ૮ઃ૩૦ વાગ્યાના અરસામાં પોલારપુર ગામથી બરવાળા તરફ જઈ રહેલ છકડો રીક્ષા નં.જીજે.૧.ટીટી.પપ૬૯ અને ધંધુકા તરફથી આવી રહેલ ટ્રાવેરા કાર નં.જીજે.૦ર.બીડી.૦૮૪૩ એ રીક્ષાને પાછળથી ટકકર મારતા છકડો રીક્ષા ખાળીયામાં ઉતરી ગયેલ હતી જેમાં રીક્ષામાં મુસાફરી કરી રહેલા કાંતીભાઈ વશરામભાઈ ચાવડા ઉ.વ.૬૮., રાયસંગભાઈ દલાભાઈ રાઠવા ઉ.વ.૪૦., વિનુભાઈ જલાભાઈ રાઠવા ઉ.વ.રપ., રણછોડભાઈ નારણભાઈ ડુંગરાણી ઉ.વ.પપ.,ગીતાબેન રાયસંગભાઈ રાઠવા ઉ.વ.૧૮., રૈયાબેન ગગજીભાઈ  રાઠવા ઉ.વ.૪૦ તમામ રહે.પોલારપુર,તા.બરવાળા,જિ.બોટાદને લોહિયાળ ગંભીર ઈજાઓ પહોચી હતી આ અકસ્માત બનતા જ રોડ ઉપરના રાહદારીઓ ધ્વારા ખાનગી વાહનો મારફત તમામ ઈજાગ્રસ્તોને બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સી.એચ.સી.ખાતે પ્રાથમિક સારવાર મળી ગયા બાદ છ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે બરવાળા સી.એચ.સી.એમ્બ્યુલન્સ મારફત ભાવનગર સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Previous articleઉનાળાની ગરમીથી બચવા વધુ વૃક્ષો વાવો ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠનો લોકોને અનુરોધ
Next articleબોરડા- દાઠા રોડ પર સળગેલુ બાઈક મળ્યું