પરેશ ધાનાણીએ એક દિવસનું વિધાનસભા સત્ર બોલાવવા સીએમ રૂપાણીને પત્ર લખ્યો

1620

 

પાટીદારો પર થયેલા દમનને મામલે પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. પરેશ ધાનાણીએ એક દિવસનું વિધાનસભા સત્ર બોલાવવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પરેશ ધાનાણીએ કહ્યું કે પાટીદાર પંચાયતની લાગણી સીએમ સુધી પહોંચાડવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે. જીતુ વાઘાણીનાં માતા પર કરાયેલી ટિપ્પણીને લઇને પરેશ ધાનાણીએ કહ્યું કે, “વિરજી ઠુમ્મરનો ઇરાદો અપમાન કરવાનો નહતો. અમે દુનિયાની તમામ માંને વંદન કરીએ છીએ.” તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, “મોંઘવારીનો મુદ્દો દબાવવા ભાજપ જીતુ વાઘાણીનો મુદ્દો ઉઠાવે છે. ભાજપે મોંઘવારી મુદ્દે ચર્ચા કરવી જોઇએ. ભાજપ સરકાર વારંવાર વિશ્વાસઘાત કરે છે.”

તેમણે ભાજપને નિડર રીતે કહ્યું કે, “ભાજપની કોઇ ધાક-ધમકીથી કૉંગ્રેસ પક્ષ ડરવાનો નથી. ભાજપે ૧૪માંના ખોળા ઉજાડ્યા છે. ભાજપે પાટીદારોને પીઠ્ઠુ કહી તેમની માનસિકતા છતી કરી છે.” તો ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે, “મે પાટીદારો ક્યારેય કૉંગ્રેસનાં પીઠ્ઠુ કહ્યા નથી. કૉંગ્રેસ જુઠ ફેલાવી રહી છે. હું ખુલ્લી ચેલેન્જ આપુ છું કે જો મે પાટીદાર સમાજને કૉંગ્રેસનાં પીઠ્ઠુ કહ્યા હોય તો ઑડિયો-વિડીયો રજૂ કરો.”

આજે સિનિયર સભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર તરફતી પાટીદારો ઉપર થયેલા ખોટા કેસ અને બહેનોની કરેલી બેઈજ્જતી માટે માલવણ ખાતે પાટીદાર ન્યાય પંચાયતમાં લેવાયેલ નિર્ણય મુજબ તેમજ ન્યાય પંચાયતમાં થયેલ ઠરાવો મુજબ પાટીદાર બહેન-દીકરીઓ ઉપર થયેલા અમાનુષી અત્યાચાર અને પાટીદાર યુવાનો પર થયેલ ૨૨ હજાર જેટલા ખોટા કેસ, હાર્દિક પટેલ ઉપર દેશદ્રોહના તથા અન્ય ગુનાઓ દાખલ થયેલ છે, તે અંગે બંને પક્ષોએ આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ કેસો પાછા ખેંચવા માટે પાટીદાર યુવાનોને હાર્દિક પટેલના નેતૃત્વમાં ખાતરી આપી હતી. હાલ ભાજપની સરકાર હોઈ અન્યાય સામે ન્યાય મેળવવા માટે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવા હાજર રહેલ કોંગેસ પક્ષના ૧૨ ધારાસભ્યશ્રીઓ તરફથી થયેલ સૂચન સહિતનો પત્ર મળ્યો છે.

Previous articleશહેરની હોટલો-રેસ્ટોરામાં આરોગ્ય વિભાગના દરોડા
Next articleરાજ્યભરની હોટલોમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગનાં દરોડા