ભાડુતી હત્યારાઓ કરતા તો ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ વધુ ખતરનાકઃ ગુજરાત હાઇકોર્ટ

1853

ગુજરાત હાઇકોર્ટે એક જામીન અરજી પર નિર્ણય સંભળાવતા કહ્યું કે, ભ્રષ્ટાચાર સમાજનાં વિકાસને અવરોધ કરનાર એક માત્ર ફૈક્ટર છે. સાથે જ કોર્ટે ભ્રષ્ટ અધિકારીઓ અને મંત્રીઓને સમાજ માટે ભાડાના હત્યારોઓથી પણ વધારે ખતરનાક ગણાવ્યા છે. કોર્ટે કહ્યું કે, ભ્રષ્ટ નેતાઓ અને નોકરશાહોએ દેશમાં આર્થિક અશાંતિ ઉભી કરી છે.

ગુરૂવારે જસ્ટિસ જેબી પાર્ડીવાલાએ ડૉ. આરસી શાહની પૂર્વ ધરપકડ જામીન અરજીને રદ્દ કરી દીધી હતી. આરસી શાહ અમદાવાદ નગરપાલિકાનાં અધીક્ષક હતા અને એલજી હોસ્પિટલના માલિક પણ હતાં. તેમને લાંચ લેવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જસ્ટિસ પાર્ડીવાલાએ કહ્યું,’જો એક વિકાસશીલ દેશને કોન્ટ્રાક્ટ કિલરથછી પણ વધારે ખતરાથી પણ વધારેનો સામનો કરવો પડે છે તો આ સરકાર અને રાજનૈતિક દળોના ઉંચા ક્ષેત્રો પર બેસેલા ભ્રષ્ટ તત્વોનાં કારણે છે.’

જસ્ટિલ પાર્ડીવાલાએ જોર આપીને કહ્યું કે, આવા અધિકારીઓને પૂર્વ ધરપકડથી બચવું જોઇએ જેના પર ભ્રષ્ટાચારનાં આરોપ છે. તેમણે કહ્યું,’ભ્રષ્ટાચારમાં લિપ્ત સરકારી અધિકારીઓને જામીન દુર્લભથી દુર્લભ મામલામાં જ આપવી જોઇએ.’ તેમણે એવું પણ કહ્યું,’જો ભ્રષ્ટાચાર મુક્ત સમાજને સુનિશ્ચિત કરવા માટે આરોપીના જામીનઅરજી રદ્દ કરવી જોઇએ તો કોર્ટે પણ આવી અરજીને રદ્દ કરવાથી અટકવું જોઇએ નહી.’તેમણે સાફ કર્યું કે, કોર્ટને નક્કી કરવું પડશે કે આરોપીના અધિકાર સુરક્ષિત હોય પરંતુ તેનાથી સાર્વજનિક ન્યાયના કાર્યમાં નુક્સાન થવું જોઇએ નહી. તેમણે કહ્યું,’ઘણા સમયથી લોકો એવું માનિ રહ્યા છે કે આપરાધિક કાયદાનો ઉદ્દેશ્ય આરોપીના અધિકારોનું રક્ષણ કરવું છે જો કે એવું નથી. કાયદો પ્રત્યેક વ્યક્તિની સાથોસાથ સમાજનું પણ રક્ષણ કરે છે.

Previous articleબોરડા પંથકમાં મેઘરાજાની પધરામણી
Next articleશહેર- જિલ્લામાં રમજાન ઈદની ઉજવણી