ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની નવીન કચેરીનો કાર્યારંભ કરાવતા મુખ્યમંત્રી

1524

મુખ્યમંત્રી વિજયયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)ની નવીન કચેરીનો કાર્યારંભ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

સેક્ટર ૧૦(બી)ના કર્મયોગી ભવનમાં કાર્યરત થયેલી આ કચેરી રાજ્યની અતિપછાત જાતિઓની સામાજિક, શૈક્ષણિક તેમજ આર્થિક સ્થિતિ સુધારવા અંગે વિવિધ યોજનાઓ તૈયાર કરી તેની મંજૂરી અને અમલીકરણની કામગીરી કરે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અતિપછાત સમાજ પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને ગુજરાત અનુ. જાતિ – અતિપછાત વિકાસ નિગમને ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.) નું ૨૦૧૭માં સન્માન જનક નામાભિધાન કર્યું છે.

આ નિગમ દ્વારા અત્યાર સુધીમાં ૩૭૩૪ લાભાર્થીઓને વિવિધ સહાય-લોન અંતર્ગત કુલ ૧૬ કરોડ ૫૯ લાખ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ-નવી દિલ્હીના સહયોગથી સીધા ધિરાણ યોજના અન્વયે માઇક્રો ક્રેડિટ ફાયનાન્સ, મહિલા સમૃદ્ધિ યોજના, પેસેન્જર ઓટો રિક્ષા માટે ધિરાણ, ઇ-પેસેન્જર રિક્ષા – કેરિયર વાહન માટે તેમજ ઊંટ લારી માટે ધિરાણ આ નિગમ આપે છે.

નિગમની આ નવીન કચેરીના કર્મયોગી ભવનના બ્લોક નં. ૨, ડી-૨ વીંગના ચોથા માળે શુભારંભ વેળાએ સામાજિક ન્યાય-અધિકારિતા મંત્રી ઇશ્વરભાઈ પરમાર, સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા, ડૉ. કિરીટભાઈ સોલંકી અને વિનોદભાઈ ચાવડા તથા નિગમના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા, નિયામકો, સંતો અને પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં વિવિધ સમાજવર્ગો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleગાંધીનગરમાં વરસાદ બાદ બફારો અને વાદળછાયુ વાતાવરણ
Next articleકોર્પોરેટરને મળતી એક લાખ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરીએ તો ફરિયાદ નહી આવે : મનુભાઈ