ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે ૪ લાખથી વધુ લોકોએ યોગદિનની ઉજવણી કરી

1196

યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને વિશ્વયોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજે ચોથા વિશ્વયોગ દિવસની ઉજવણી ગાંધીનગર જિલ્લામાં ઉત્સાહભેરકરવામાં આવી હતી. વિશ્વયોગ દિવસના જિલ્લાકક્ષાનાં કાર્યક્રમને સ્વર્ણિમ પાર્ક ખાતે ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે દીપપ્રાગટ્ય કરીને ખુલ્લો મુકાયો હતો. મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ નગરજનો સાથે યોગ કર્યા હતા. સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં ૧૧ હજારથી વધુ નગરજનો સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બે અક્ષ્રરના શબ્દ એવા યોગ સાથે હવે, વિશ્વ આખું જોડાઇ ગયું છે. ભારત દેશમાં પ્રાચીનકાળથી યોગની પરંપરા ચાલી આવે છે. પણ જયારે દેશના વડાપ્રઘાન અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઇ મોદી યોગને વિશ્વ ફલક પર લઇ ગયા છે. ત્યારથી એનું મહત્વ વધી ગયું છે.  હવે વિશ્વના અનેક લોકો યોગ કરતા થયા છે અને તેના લાભ વિશે જાણતા થયા છે.

આજે સમગ્ર ગુજરાતમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં ૧૪૨૫ જેટલા સ્થળો પર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ૪ લાખ ૨૭ હજારથી વધુ લોકો યોગ કાર્યક્રમમાં સહભાગી બન્યા છે. યોગ કાર્યક્રમના સફળ આયોજન બદલ ગૃહ રાજય મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

વધુમાં ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમયાંતરે પોલીસ વિભાગમાં અધિકારી-કર્મચારીઓને રોગ અને તનાવમુક્ત બનાવવા માટે યોગ શિબીરનું આયોજન કરવામાં આવે છે.

ગાંધીનગર સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર પ્રવિણભાઇ પટેલ, જાણીતા કલાકાર જનક ઠક્કર, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઇ શાહ, ગુડાના પૂર્વ ચેરમેન આશિષભાઇ દવે, જિલ્લા પ્રભારી સચિવ સંજીવકુમાર, આરોગ્ય કમિશનર જયંતિ રવિ, રેન્જ ડી.આઇ.જી મયંકસિંહ ચાવડા, જિલ્લા કલેકટર એસ.કે.લાંગા, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા સહિત અનેક પદાઘિકારીઓ- અધિકારીઓએ પણ યોગ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ શાળા-કોલેજના વિધાર્થીઓ, પોલીસના જવાનો, વિવિધ સંસ્થાઓ અને નગરજનો મોટી સંખ્યામાં યોગ કાર્યક્રમમાં જોડાયા હતા.

સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન વિશ્વ યોગ દિવસની ઉજવણીના નોડલ અધિકારી ર્ડા. ભાવનાબેન પટેલ, નાયબ કલેકટર જિજ્ઞાસા વેગડા, ગાંધીનગર પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઇ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Previous articleમધુર ડેરી તથા ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજીત વિશ્વ યોગ દિવસની ઉજવણી
Next articleદામનગર ગુરૂકુળમાં યોગ દિન ઉજવાયો