નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો ૬૩મો જન્મદિવસ મહેસાણા ખાતે ઉજવાયો

1406

નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે આજે તેમનો ૬૩ મો જન્મ દિવસ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી ઉજવ્યો હતો. તેઓ ધણા વર્ષોથી તેમનો જન્મદિન સેવાકીય કામો દ્વારા જ ઉજવે છે તેમાય ખાસ કરીને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. મહેસાણા, કડી અને પાટણ ખાતે યોજાયેલ રકતદાન કેમ્પમાં ૨૦૭૩ રકતદાતાઓએ રકતદાન કરી માનવસેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે.

આજે નાયબ મુખ્યમંત્રીના વતન કડી ખાતે સરદાર પટેલ યુવક મંડળ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ૯૩૬ રકતદાતાઓએ રકતદાન કર્યુ હતુ એજ રીતે મહેસાણા શહેરમાં ભારતીય જનતા પાર્ટી અને ક્રેડાઇના સંયુકત ઉપક્રમે યોજાયેલ રકતદાન શિબિરમાં ૮૭૪ રકતદાતાઓએ તેમજ પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત રકતદાન કેમ્પમાં ૨૭૬ રકતદાતાઓએ રકતદાન કર્યું હતુ.

આમ કુલ- ૨૦૭૩ જેટલી વ્યકિતઓએ નાયબ મુખ્ય મંત્રીના જન્મદીન નિમીતે રકતદાન કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ છે. સાથે સાથે મહેસાણા ખાતે વેદમાતા બાલ પરિવાર ટ્રસ્ટ મહેસાણા સંચાલિત શાંતિલાલ ભીખાભાઇ શુક્લ આંખની હોસ્પિટલમાં આયોજીત નેત્રયજ્ઞ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ઉપરાંત મહેસાણાની ગાયત્રી આંખની હોસ્પીટલ ખાતે ૭૦ કરતા વધુ દર્દીઓની મફત મોતીયાના ઓપરેશન અને નેત્રમણીની સુવિધા પુરી પાડવામાં આવી હતી.

નાયબ મુખ્ય મંત્રીના જન્મદીન નિમીતે મહેસાણા અને પાટણ ખાતેની બહેરા-મુંગાની શાળામાં બાળકોની વિવિધ ચીજ-વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. તેમજ મહેસાણાના વિવિધ સેવાભાવી નાગરિકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ૧૫૦૦૦ ડઝનથી વધુ નોટબુકોનું વિનામૂલ્યે  વિતરણ કરવામાં આવ્યુ હતું. મહેસાણા શહેરમાં કાર્યકરો દ્વારા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત જન્મદિવસને વિશિષ્ટ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રીને સુખડીથી તોલવામાં આવ્યા હતા આ તમામ સુખડી કુપોષીત બાળકોને વિતરણ કરવામાં આવી હતી.

Previous articleનિંગાળા-૧ નજીક પુલ પરથી ટ્રક ખાબક્યો : 6ના મોત
Next articleએફએસએલ અને ઈડી વચ્ચે મહત્વના એમઓયુ થયા