રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની કર્મભૂમિ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે મેઘાણી તાકતી નું રાણપુર પોલીસ સ્ટેશન ખાતે તેમજ રાણપુર ભાલનળકાંઠા ખાદી ગ્રામઉદ્યોગ મંડળ ખાતે ગાંધીદર્શન અને મેઘાણી સાહિત્ય કોર્નર નું લોકાર્પણ બોટાદ જિલ્લા પોલીસ અધીક્ષક સજનસિંહ પરમાર (આઈ.પી.એસ.) ના હસ્તે કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે ઝવેરચંદ મેઘાણી ના પૌત્ર પીનાંકીભાઈ મેઘાણી દ્વારા જણાવાયું હતું કે ઝવેરચંદ મેઘાણી એ કર્મભૂમિ રાણપુર ને બનાવી હતી તેમનો જન્મ ચોટીલા પોલીસ લાઈનમાં થયો હતો ગુજરાત પોલીસ એમનું લાઈન બોય તરીકે વિશેષ ગૌરવ અનુભવે છે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ઝવેરચંદ મેઘાણી ના રેખા ચિત્રા હસ્તાક્ષર અને ઇતિહાસને આલેખતી આકર્ષક તકતી લોકાર્પણ અને ગુજરાતના મુક સેવક રવિશંકર મહારાજ અને જૈન મુનિ શ્રી સંત બાલાજી મહારાજ પ્રેરિત રાણપુર ભાલ નળ કાંઠા ખાદી ગ્રામઉદ્યોગ મંડળ ખાતે ગાંધીદર્શન મેઘાણી સાહિત્ય કોર્નર ની સ્થાપના કરાઈ હતી આ પ્રસંગે ભાલનળ કાંઠા ખાદીગ્રામઉદ્યોગ ના પ્રમુખ ગોવિંદસિંહ ડાભી એ જણાવ્યું હતું કે મેઘાણી સાહિત્ય કોર્નર માં ઝવેરચંદ મેઘાણી રચિત સંપાદિત ૭૫ પુસ્તકો અને મહાત્મા ગાંધી સાહિત્ય વાંચન માટે ઉપલબ્ધ રખાયા છે જે ઓ લાભ આમ નાગરિકો લઈ શકે છે
આ પ્રસંગે લોક ગાયક અભેસિંહ રાઠોડ , સાર્વજનિક સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા રાણપુર ના સરપંચ અબ્બાસભાઈ ખલાણી,ઉપરાંત ડી.વાય.એસ.પી. ચૌહાણ સાહેબ,રાણપુર પી.એસ.આઈ-રામાણી તથા રાણપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ભાલ નલકાંઠા ખાદીગ્રામ ઉદ્યોગ નો તમામ સ્ટાફ તથા વિશાળ સંખ્યામાં નાગરિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.