જાફરાબાદમાં પ્લાસ્ટીકના વેચાણ-વપરાશ પર પ્રતિબંધ

1548

જાફરાબાદ શહેરમાં આજથી પ્લાસ્ટીક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જાફરાબાદ શહેરમાં આજથી નગરપાલિકા તથા વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક પણે સરકારના આદેશ અનુસાર પ્લાસ્ટીક બંધ કરવા માટે જાહેર બોડ મુકવામાં આવ્યો છે અને નાના-મોટા દરેક વેપારીઓને ખાસ સુચના આપવામાં આવી હતી કે શહેરમાં કોઈપણ વેપારીએ પ્લાસ્ટીકના ઝબલા-ચાના કપ, માવાના કાગળ તેમજ પ્લાસ્ટીકની બિનઉપયોગી વસ્તુનો વપરાશ કે જાહેરમાં રોડ ઉપર ફેંકવા નહીં તેવું જણાવવામાં આવ્યું હતું ને જો કોઈ પ્લાસ્ટીકની વસ્તુ બજારમાં ફેંકસે તો તેને નગરપાલિકા યોગ્ય દંડ કરશે તેમાં કોઈ વેપારીની જવાબદારી રહેશે નહીં તેથી જાફરાબાદના નાના-મોટા વેપારીઓએ આજથી પ્લાસ્ટીકના ઝબલા અને ચાના કપ સંપૂર્ણપણે બંધ કરેલ છે. હાલમાં જે પ્લાસ્ટીકના પાઉચમાં, ચાના પાર્સલ બંધ કરાતા નાના બંધાણીઓ પણ અકળાયા હતા.

Previous articleસંતશ્રેય એજયુ. ટ્રસ્ટ દ્વારા મેડીકલ કેમ્પ યોજાયો
Next articleઅધેવાડાના જીવદયા પ્રેમીઓએ અબોલ પશુનો જીવ બચાવ્યો