ચિલોડા સર્કલ નજીક કારમાંથી૧.૦૮ લાખના દારૂ સહિત બે શખ્સ પકડાયા

1244

ચિલોડા પોલીસનાં જવાનો ચંદ્રાલા પાટીયે વાહન ચેકીંગમાં હતા ત્યારે હિંમતનગર તરફથી આવી રહેલી દીલ્હી પાસીંગની એસએક્સ ૪ કારમાં દારૂ લઇ જવાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે પોલીસ વાહન ચેકીંગ સઘન કરી આ કાર આવતા રોકાવવા જતા ભગાવી મુકી હતી. જોકે બાદમાં કારમાંથી૧.૦૮ લાખના દારૂ સહિત બે શખસ પકડાયા હતા.

પીઆઇની ટીમે ચિલોડા સર્કલે ઝડપી લઇને ૩૬૦ બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. કાર સહિત રૂ.૫.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતનગર તરફથી આવતી દીલ્હી પાસીંગ કાર નં ડીએલ ૦ સીબીએસ ૪૯૩૫માં દારૂ લઇ જવાતો હોવાની બાતમી પીસી મિલનકુમારને મળી હતી. દરમિયાન કાર આવતા રોકવાનો પ્રયાસ કરતા ભગાવી મુકી હતી. જેનો મેસેજ ચિલોડા પીઆઇ એલ ડી વાઘેલાને મળતા પીઆઇએ ચિલોડા સર્કલે તેમની ટીમનાં જવાનો મોહનભાઇ, રાજેન્દ્રકુમાર, વસંતકુમારને સાથે રાખીને રસ્તો બ્લોક કરીને કારમાં સવાર બે શખ્સો સન્નીકુમાર તરસેમલાલ કશ્યમ તથા પવનકુમાર ઉર્ફે સોનુ હેમેન્દ્ર મિશ્રા (બંને રહે ઉતમનગર, નવી દિલ્હી)ને ઝડપી લીધા હતા. કારમાં તપાસ કરતા રૂ.૧,૦૮,૦૦૦ની કિંમતનો જુદી જુદી બ્રાન્ડનો ૩૬૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. આરોપીઓની વધુ પુછપરછ કરતા દિલ્હીનાં ઉતમનગરથી મનીષે દારૂ ભરાવ્યો હોવાનું તથા અમદાવાદ રીંગરોડ પહોચાડવાનો હોવાનું જણાવ્યુ હતુ. જો કે કોને પહોચાડવાનો છે તે તેમને પણ ખબર નહોતી અને સામેથી ફોન આવવાનો હતો.

Previous articleયુવતી સાથે ગેંગરેપ, વકીલ સહિત અજાણ્યા ઇસમો સામે ફરીયાદ
Next articleગાંધીનગર સિવિલમાં પસ્તી વેચવાનું કૌભાંડ બહાર આવ્યું