ગાંધીનગર સિવિલમાં પસ્તી વેચવાનું કૌભાંડ બહાર આવ્યું

1846

ગાંધીનગર સિવિલના કર્મચારીઓને જાણે કૌંભાડ કરવામાં જ રસ હોય તેમ કાયદાની કે નિયમના ડૂચા બનાવી રહ્યા છે અને સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. અગાઉ બે વખત સિવિલના પૂંઠા વેચી મારતા કર્મચારી પકડાયા છે. પરંતુ સરકારી તિજોરીને પડી રહેલુ નુકશાન બંધ કરવા કોઇને રસ જોવા મળતો નથી. રવિવારની રજાનો કૌંભાડીઓ ઉપયોગ કરતા હોય છે. દર મહિને હજ્જારો રૂપિયાના પૂંઠાની ચોરી કરવામાં આવી રહી છે. પરંતુ જાડી ચામડીના સત્તાધિશો દંડ કરતા નથી.

સિવિલમાં દવાઓ સહિત મેડીકલ ઇન્સ્ટુમેન્ટના બોક્સ દર મહિને નિકળતા હોય છે. મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો આવતો હોવાથી પસ્તી પણ તેના પ્રમાણમાં જ નિકળતી હોય છે. ત્યારે આ પસ્તી ઉપર વર્ષોથી કૌંભાડીઓના ડોળા ડળકી રહ્યા છે.

ગત રવિવારે સાંજે ૫ઃ૨૫ મીનીટે મેડીકલ સુપ્રિટેન્ડેન્ટની કચેરીની ઉપર આવેલી બ્લડ બેંકની બારીમાંથી પૂંઠાને બારોબાર કાડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ગાર્ડની નજર પડતા મામલો સામે આવ્યો હતો. પસ્તી લઇ જનાર શખ્સ અગાઉ મહાપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા માટે આવતો હતો અને તેનો તાલમેલ કર્મચારી સાથે થઇ ગયો હતો.

સિવિલના પૂંઠાની જવાબદારી સામાન્ય રીતે સેનેટરી ઇન્સ્પેક્ટરને સોપવામાં આવી છે. ત્યારે મહિને કેટલી પસ્તી થાય છે અને તેની જાળવણી સહિતની જવાબદારી એસઆઇએ રાખવાની હોય છે.પરંતુ એસઆઇ પોતાની મસ્તી મસ્ત હોવાથી કોઇ ધ્યાન આપવામા આવતુ નથી.

આ પસ્તી કોના કહેવાથી લઇ જવામાં આવી રહી છે તેના જવાબમાં એસઆઇનુ નામ પણ કહેવામાં આવ્યુ હતુ. દર મહિને સરકારી તિજોરીને હજ્જારો રૂપિયાનુ નુકશાન થઇ રહ્યુ છે. રક્ષક જ ભક્ષક બની રહ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ત્યારે આ પસ્તીના નાણાં દરેક અધિકારીઓમાં ફળવાતા હોય તેવી પણ એક ચર્ચા થઇ રહી છે. આ બાબતને ગંભીરતાથી લઇને તપાસ કરવામાં આવે તો અનેકના પગ નીચે રેલો આવી શકે છે.

નજીકના ભૂતકાળમાં ૨૦૦૪ પર નજર કરીએ તો ૨૦૦૪માં લોકસભાની ચૂંટણીઓ યોજાઇ, ત્યારે કોંગ્રેસે ૪ ધારાસભ્યોને ટીકીટ આપી હતી અને તેઓ જીતી જતાં ૧૧મી વિધાનસભા ખંડિત થઈ હતી. કેમ કે ડિસેમ્બર-૨૦૦૨માં ૧૧મી વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. આ ૪ બેઠકો માટે પેટાચૂંટણી જાહેર થઈ કે તે વખતના વિપક્ષના નેતા અમરસિંહ ચૌધરીનું નિધન થતાં વધુ એક બેઠક ખાલી પડી અને પાંચ બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજવી પડી હતી.

Previous articleચિલોડા સર્કલ નજીક કારમાંથી૧.૦૮ લાખના દારૂ સહિત બે શખ્સ પકડાયા
Next articleગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ સશક્તિકરણ શિબીરનું આયોજન કરાયું