એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે બિઝનેસ ઓપરેટર્સ સાથે દિલ્હીમાં ટ્રેડ મીટ યોજી

920

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે તાજેતરમાં નવીદિલ્હીમાં તેના ગ્રાહકો અને સર્વિસ પ્રોવાઈડર્સ માટે ટ્રેડ મીટનું આયોજન કર્યુ હતું. આ ઈવેન્ટમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના હિતધારકો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં કાર્ગો માલિકો, શીપીંગ લાઈન્સ, કન્ટેઈનર ટ્રેન ઓપરેટર્સ, ડ્રાઈ પોટર્સ અને ફ્રેઈટ ફોરવર્ડર્સ મેનેજમેન્ટના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.

આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ કાર્ગો સંચાલન કરવા પીપાવાવ બંદરની ક્ષમતાઓ પ્રદર્શિત કરવાનો તથા ગ્રાહકો અને પાર્ટનર્સને એક મંચ પર લાવીને બિઝનેસ નેટવર્ક વધારવાનો અને તેમને એકબીજા સાથે ઈન્ટેરેક્ટિવ સેશન માટે તક પ્રદાન કરવાનો હતો.

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવના મેનેજીંગ ડિરેક્ટર કેલ્ડ પેડરસેને આંતરરાષ્ટ્રીય સ્તરે એપીએમ ટર્મિનલ્સ સાથે કામ કરવાના પોતાનો અનુભવ વહેંચ્યા હતા તથા બંદર પર તાજેતરમાં નવી કામગીરીઓ વિશે ટુંકમાં જાણકારી આપી હતી. પેડરસેને એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પર એફઆઈ૩ (મઅર્સ્ક લાઈન) અને સીઆઈ૬ (કોસ્કો અને વેન હાઈ) સેવાઓ શરૂ કરવાની બાબત પર ભાર મુક્યો હતો. અત્યારે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પીએસ૩ સર્વિસ (વન) દ્વારા અમેરિકાના પશ્ચિમ કિનારે સીધુ જોડાણ ધરાવે છે. તાજેતરમાં તેને એઈઓ એલઓ સર્ટિફીકેટ મળ્યું હતું. જેના મારફતે એક્ઝિમ ગ્રાહકો (આયાત-નિકાસ કરતા ગ્રાહકો) એઈઓ ટી૩ સર્ટીફીકેશન મેળવી શકે છે અને વિવિધ પ્રકારના લાભ લઈ શકે છે, જેમાં કસ્ટમ દ્વારા પ્રેફરેન્શિયલ ટ્રીટમેન્ટ, ઝીરો કન્ટેઈનર સ્કેનિંગ વગેરે સામેલ છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ટ્રેડ મીટ અમારા ગ્રાહકો, પાર્ટનર્સ અને સર્વિસ પ્રોવાઈડર્સને એક મંચ પર લાવવાનો અને તેમની વ્યવસાયીક જરૂરીયાતો પર ચર્ચા કરવાનો તેમજ કોમન પ્લેટફોર્મ પર વિવિધ અનુકુળ સોલ્યુશન ઓફર કરવાનો પ્રયાસ છે. આ અમારા પાર્ટનર્સને એકબીજા સાથે જાણકારી વહેંચવાની અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરવાની તક આપે છે. હું તમામ સર્વિસ પ્રોવાઈડર્સનો તેમના સતત સાથ સહકાર માટે આભાર માનુ છું.

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ આયાત માટે કાનપુર, ડોમેસ્ટિક લોડ માટે મોદી નગર, નિકાસ માટે એસીટીએલ ફરિદાબાદ, સીડબલ્યુસીએન પાણીપત, પિયાલા જેવા મહત્વપૂર્ણ આઈસીડી સ્થળો સાથે સારી રીતે જોડાયેલ છે. અત્યારે પોર્ટ પર અઠવાડીયે ૭ ડેડિકેટેડ બ્લોક કન્ટેઈનર ટ્રેનની સેવા સુલભ છે.

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ ભારતમાં કન્ટેનર, જનરલ કાર્ગો, બલ્ક લિક્વિડ અને રો-રો કાર્ગો માટે મુખ્ય દ્વારા સમાન બંધ રોમાનું એક છે. જે ભારતમાં અંતરીયાળ અને ઉત્તર પશ્ચિમના વિસ્તારો સાથે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત રોડ અને રેલ નેટવર્ક મારફતે ગુજરાતના ગ્રાહકોને સેવા આપે છે. હાલ વાર્ષિક જનરલ કાર્ગો ક્ષમતામાં પ મિલિયન મેટ્રીક ટન લિક્વિડ બલ્ક અને અંદાજે ર,પ૦,૦૦૦ પેસેન્જર કાર તથા ૧૩પ મિલિયમ ટીઈયુ કન્ટેનર ક્ષમતા સામેલ છે. એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ ભારતમાં દેશનું પ્રથમ સરકારી ખાનગી ભાગીદારીમાં બનેલું બંદર છે. એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ ગ્લોબલ ટર્મિનલ્સ નેટવર્કનો ભાગ છે. જે દુનિયામાં સૌથી વધુ વિસ્તૃત બંદર અને સંકલિત અંતરીયાળ સર્વિસ નેટવર્કમાના એકનું સંચાલન કરે છે.

Previous articleસિહોરમાં ગંદકી યથાવત લોકોનું આરોગ્ય જોખમમાં
Next articleપ્રવિણ રાઠોડે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો વિધીવત ચાર્જ લીધો