રાજુલાનાં ઈન્ચાર્જ ચીફ ઓફિસરે સફાઈનાં બંધ વાહનો શરૂ કરાવ્યા

934

રાજુલાનગર પાલિકાના ચીફ ઓફિસરે જાણે રાજુલા શહેરને બદસુરત કરવા નેમ લીધી હોય તેમ સહિની નમુના ફેરફાર કરી પાીલકાની બેન્ક એકાઉન્ટ અંગે જાણ ન કરી પાલીકાના ૨૫ સફાઈ વાહનો ડીઝલ ન હોવાથી ઠપ્પ થઈ ગયાથી શહેરમાં ઠેર ઠેર ગંદકીનો માહોલ સર્જાયો આ બાબતે પાલીકા પ્રમુખ બાઘુબેન વાણીયા ઉપપ્રમુખ છત્રજીતસિંહ ધાખડા દ્વારા જીલ્લા કલેકટરને રજુઆત કરતા કલેકટરે કડક આદેશો આપી જાફરાબાદના ચીફ ઓફિસર કોલડીયાને રાજુલાના ઈન્ચાર્જ તરીકે મુક્તા શેલડીયા દ્વારા કલેકટરના હુકમને પગલે તાબડતોબ ડીઝલની વ્યવસ્થા કરાવી પાલિકાના ૨૫ વાહનો ફરી પાછા દોડતા કરી દીધા તેમજ જાફરાબાદના ચીફ ઓફિસર કે જેની જાફરાબાદ શહેરના ઘણા સમયથી ફરજ વિવાદ વગર રાજકીય કોંગ્રેસ હોય કે ભાજપમાં ખુબજ સારી છાપ ધરાવે છે તે કોલડીયાને રાજુલાનો ઈન્ચાર્જ અપાયા બાદ ઘણા સમયથી બંધ પડેલ શહેરની સ્ટ્રીટલાઈટો શરૂ કરવા કોન્ટ્રાકટરને હુકમ આપતા શહેર ફરીવાર જગમગતુ થયુ તેમજ ચોમાસાનો માહોલ હોય તેમા રાકેશ પરીક્ષ દ્વારા ગટર યોજનામાં ૩૫ કરોડના ખોટા બીલો બનાવી પાણી પુરવઠા સાથે મીલીભગતથી ૩૫ કરોડ જનતાના પરસેવાના રૂપિયા ગટરમાં ગયા અને ગટરો હવે ઉભરાતા ઠેર ઠેર ગંદકીનો માહોલથી મોટા મોટા મચ્છરોનો ત્રાસ વધી જવાથી ઈન્ચાર્જ ચીફ ઓફિસર કોલડીયા દ્વારા ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યમાં દવાનો છંટકાવ તેમજ બોગસ ગટરથી ઉભરાતા પાણીથી સોસાયટીમા પાણી લોેકોના ઘરમાં ઘુસ્યા તાબડતોબ નગર પાલીકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ દ્વારા ચાલુ વરસાદમાં નગર પાલીકા સદસ્ય કીશોર ભાઈ ધાખડા, વિનુભાઈ લુહાર રમેશબાઈ કાતરીયા રમઝાનભાઈ કુરેશી, રસુલભાઈ નાયબ મામલતદાર કાછડ, ઘનશ્યામભાઈ લાખણોત્રા અમીત દોષી સહિતની ટીમ માનવ સેવાકાજ જીસીબી લઈને પહોચી જઈ ભરાઈ ગયેલ પાણીનો નિકાલ કરાયો હવે આ મહા કૌભાંડ કારી આર કે પરીખથી રાજુલાની જનતા ને છુટકારો મળશે તેમ શહેરની જનતાની ગંભીરતા પૂર્વક માંગ ઉઠવા પામી છે.

Previous articleમહાદેવ ગૃપ દ્વારા મામલતદાર, પીઆઈને આવેદન પત્ર પાઠવ્યું
Next articleપીપાવાવ આંદોલનમાં ૭૬માં દિવસે સમાધાન