તા. ૧૭ થી ૩૦ આકાશમાં ઉલ્કાવર્ષાનો નજારો

1204

દુનિયાભરમાં લોકોએ મે માસમાં ઈટા-એકવેરીડ્‌સ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. ૬૦ દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં તા. ૧૭ મી થી ૩૦ મી જુલાઈ અને ઓગસ્ટના અમુક દિવસે ડેલ્ટા-એકવેરીડ્‌સ ઉલ્કા વર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે. અમુક દિવસોમાં વાદળાના અવરોધો વચ્ચે પણ ઉલ્કા વર્ષા જોવા મળશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે આજ મધ્યરાત્રિથી સતત પાંચ દિવસ સુધી ડેલ્ટા-એકવેરીડ્‌સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. તા. ૧૭, ૧૯, ર૬, ર૯ અને તા. ૩૦  ના રોજ આકાશમાં સામાન્ય ઉલ્કા વર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧પ થી ર૦ અને વધુમાં વધુ વિદેશમાં એકસો ઉલ્કા વર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારતનો ભય અનુભવ કરશે. વાસ્તવમાં આકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા   મળશે. ઉલ્કા આકાશમાં જ બળીને રાખ થશે. ડેલ્ટા-એકવેરીડ્‌સ ઉલ્કા વર્ષાની મહત્તમ દિવસ છ થી સાત હોય છે. મોડી રાતથી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં ઉલ્કા વર્ષા જોઈ શકાય છે. જુલાઈના અંતથી ઓગસ્ટના અમુક દિવસો સુધી ક્રમશઃ ઉલ્કા જોઈ શકાશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧ર વખત અને વધુમાં વધુ પ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કા વર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરભંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તે જ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ – અગનગોળા કે ઉલ્કા વર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. ઉલ્કા વર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી ચાર-પાંચ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશમાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જોવા મળે છે.  વધુમાં પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસે સૂર્યપ્રકાશના કારણે પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલહોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરિક્ષણ જરૂરી છે. ડેલ્ટા-એકવેરીડ્‌સ ઉલ્કા વર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસરનો વરસાદ પડશે. જાથા ઉલ્કા વર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકશે.

Previous articleGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપાલીતાણાના શત્રુંજય પર્વત પરથી મોટા પત્થરો પડ્યા