મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણી પ્રદર્શન ખુલ્લુ મુકાયું

1302

બોટાદ જીલ્લામાં આવેલું રાણપુર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મુભૂમિ તરીકે ઓળખાય છે.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભુમિ રાણપુરમાં અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ ખાતે માહિતીસભર મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણી સચિત્ર પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ મહાત્મા ગાંધી તથા કર્મભુમિ રાણપુર સાથે ઝવેરચંદ મેઘાણીના લાગણીસભર સંભારણા-સંસ્મરણોની રસપ્રદ માહીતી અને દુર્લભ તસવીરો અહી કાયમી પ્રદર્શિત રહેશે મુની સંતબાલજી પ્રેરીત છ દાયકાથી કાર્યરત અને રાણપુરના પ્રવેશે જ આવેલી આ ખાદી સંસ્થામાં રેટીયો કાંતતા ગાંધીજી અને કસ્તુરબાની તસ્વીરો ખાસ સ્મૃતિરૂપે મુકાઈ છે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા પરિકલ્પિત આ પ્રદર્શન રાણપુરનુ અનોખુ આકર્ષણ બનીને રહેશે.ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી,ભાલ નલકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી,સહકારી ક્ષેત્રના આગેવાનો દાજીભાઈ ફલજીભાઈ ડાભી,ધીરૂભાઈ ફલજીભાઈ ડાભી,દીવુબેન વાણીયા,રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મુકુંદભાઈ વઢવાણા,વાલજીભાઇ પિત્રોડા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સહુએ મહાત્મા ગાંધી.કસ્તુરબા.રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી.રવિશંકર મહારાજ.મુનિ સંતબાલજી અને સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠને ભાવાંજલિ અર્પણ કરી હતી ઝવેરચંદ મેઘાણીનાં હ્યદયસ્પર્શી સંભારણાંને પિનાકી મેઘાણીએ વાગોળ્યા હતા.

Previous article‘ગ્લોબલ ફેશન’ ઉપર વક્તવ્ય યોજાયું
Next articleસ્વામી માર્ગીયસ્મિતજી સાથે મિશન કલ્પસર યોજનાં સંદર્ભે વિચાર ગોષ્ઠિ