ગુજરાતની તમામ બસોમાં લગાવાશે GPS

1236

રાજ્યમાં વધતા બળાત્કાર અને મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓને પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે ૧ એપ્રિલ ૨૦૧૯ સુધીમાં સરકારી અને ખાનગી તમામ બસોમાં સિસ્ટમ અને પેનિક બટન લગાવવાનો નિર્ણય કર્યો છે.

તાજેતરમાં જ રાજ્યના પરિવહન વિભાગના અધિકારીઓ અને સ્ટેટ ટ્રાફિક બ્રાંચ (એસટીબી) વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં આ પ્રકારના ડિવાઈસ સરકારી બસો સહિત ખાનગી ટ્રાવેલ્સની બસોમાં લગાવવાનો નિર્ણય લેવાયો છે.

ડિસેમ્બર ૨૦૧૨માં દિલ્હીમાં થયેલા નિર્ભયા રેપ કેસ જેવી ઘટના રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. દિલ્હીમાં એક લક્ઝરી બસમાં યુવતી સાથે દુષ્કર્મ થયું હતું. આ ઘટનાથી આખો દેશ હચમચી ગયો હતો.   નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા પ્રમાણે, ૨૦૧૫માં અમદાવાદમાં રેપના ૧૦૬૭ કેસ નોંધાયા હતા, જે વધીને ૨૦૧૬માં ૧૧૨૬ થયા. ૨૦૧૫માં સુરતમાં દુષ્કર્મના ૫૦૨ કેસ સામે આવ્યા હતા જે વધીને ૫૬૫ સુધી પહોંચ્યો.

એસટીબીના અધિકારીએ માહિતી આપી કે, સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ પ્રમાણે સરકારી અને ખાનગી ટ્રાવેલ બસમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમની સાથે પેનિક બટન પણ લગાવવાના છે. જેથી કોઈપણ મુસીબતની ઘડીમાં પીડિત પેનિક બટન દબાવીને મદદ માગી શકે.

Previous articleજૂનાગઢમાં એસટી બસ-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : મુસાફરોને સામાન્ય નાની-મોટી ઈજા
Next article૩૩ જિલ્લાઓના મહાનગરોમાં ૩૦૦ કરોડના ખર્ચે CCTV લગાવાશેઃ પ્રદીપસિંહ