રાણપુર ગામે શાળામાં વિશ્વસિંહ દિવસની ઉજવણી

1029

સમગ્ર વિશ્વ માં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદ જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.એચ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાણપુરમાં આવેલ મુખ્યકુમાર શાળા નં-૨ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા રાણપુર ફોરેસ્ટ કચેરી તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને સિંહના મોહરા,ટોપી અને ટી શર્ટ પહેરીને રાણપુરના જાહેર રસ્તાઓ ઉપર રેલી કાઢવામાં આવી હતી જેમા બેનરો સાથે  સિંહ બચાવો,ગુજરાતની શાન સિંહ છે,ગુજરાતનુ ગૌરવ સિંહ છે જેવા અનેક સુત્રો થી રાણપુરના જાહેર માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને રાણપુરના લોકોને સિંહ વિશે જાગૃત કર્યા હતા.સિંહની વસ્તી ઘટતી જાય છે ત્યારે સિંહ નામશેષ ન થઈ જાય તેથી સરકારના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાણપુરમાં સિંહ દિવસની ઉજવણીને લઈને શાળાના બાળકો અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ ઉજવણીમાં શાળાના આચાર્ય કાદરભાઈ કોઠારીયા, ઉદયકુમાર શાહ, નવનીતકુમાર ગામીત, ભાસ્કરરાય પટેલની સાથે રાણપુર  ફોરેસ્ટના આર.એફ.ઓ-એમ.એમ. ભરવાડ તથા એ.સી.ડોડીયા,ગ્રુપ ઓફ નેચર ચારણકીના જશપાલ ખાચર, મયુર ખાચર,બી આર સી કો.આર્ડીનેટર બાલાભાઈ ખંડવી રાણપુર ફોરેસ્ટના સ્ટાફ માથી સુરેશભાઈ ભરવાડ, ઈમરાનભાઈ, ફતુભાઈ રૂપાભાઈ સોલંકી, છેલાભાઈ, દાનાભાઈ જોગરાણા સહીતના કર્મચારીઓ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Previous articleઅવાણીયા ગામ ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો
Next articleઉપરાષ્ટ્રપતિના Welcome બેનરમાં ક્ષતિઓ..!