ટાટની પરીક્ષાનું પેપર લીક થવા મામલે કલેક્ટરને આવેદનપત્ર

1417

૨૯ જુલાઈ ૨૦૧૮ ના રોજ લેવાયેલી ટાટની પરીક્ષામાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે અને પેપર લીક થઇ હોવાના મામલે સાબરકાંઠા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી હતી.

હિંમતનગર કલેકટર કચેરીમાં ગુજરાત બહિષ્કૃત શિક્ષણ સંઘ દ્વારા ગઈ તારીખ ૨૯ જુલાઇના રોજ લેવાયેલી ટાટની પરીક્ષા નું પેપર ફૂટી ગયું હોવાની રજૂઆત કરી આ પરીક્ષામાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર થયો હોય આ ઘટનાની ન્યાયિક તપાસ કરવા આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્રમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભ્રષ્ટાચાર મુક્ત પદ્ધતિથી યોજાય તેવી માગણી કરી વ્યાયામ સંગીત અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા જણાવાયું છે. આવેદનપત્ર આપતી વખતે સંઘના ધીરજ લઉેવા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ટાટની પરીક્ષાના પેપર લીક થવાની બાબત અંગે હિંમતનગર તાલુકાના જવાનપુરા વગડી ગામના શિક્ષિત બેરોજગાર સોલંકી રણજીત સિંહ ભુજ પુંજસિંહે વડાપ્રધાન મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખી આ પરીક્ષા રદ કરી ફરીથી લેવા માંગણી કરી છે આવી પરીક્ષાના પેપરો ફૂટી જવાથી ગરીબ વિદ્યાર્થીઓને નુકસાન થાય છે.

Previous articleરાજપુત સમાજની વાસણમાં ત્રિદિવસીય શિબિર યોજાઈ
Next articleગાંધીનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન