દામનગર શહેરમાં હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં નિકળેલી પાલખીયાત્રા

615

દામનગર શહેરમાં દરેક ધર્મસંપ્રદાયમાં એકતાના અદભુત દર્શન કરાવતી પાલખી યાત્રામાં દસ હજાર કરતા વધુ ભાવિકોની ભીડ દર્શનીય નજારો રચતી પાલખી બપોરના ૨-૩૦ કલાકે વેજનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ સરદાર ચોક મોટા પીરની દરગાહ ચાદર ચડાવી બાલકૃષ્ણ હવેલી કૃષ્ણ મેળાપ કરી શહેરભરના રાજ માર્ગો પર ફરી ખોડિયાર ચોક રોકડીયા હનુમાનજી મિલાપ કરી વિવિધ ધર્મસ્થાનોમાં સામાજિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા પાલખીયાત્રાનું ભવ્ય સ્વાગત પૂજન થયું. હજારો ભાવિકો માટે કુંભનાથ સેવક સમુદાય દ્વારા મહાપ્રસાદ ની વ્યવસ્થા ઠેર ઠેર પાલખી યાત્રીઓ માટે ચા શરબત અલ્પહાર માટે સેવારત સંગઠનો દ્વારા સ્ટોલ ઉભા કરાયા દરેક ધર્મસંપ્રદાય ની એકતા દર્શન કરાવતી પાલખી યાત્રામાં બિરાજીત કુંભનાથ મહાદેવના દર્શન માટે રોડની બંને સાઈડ ભાવિકોની કતારો  વૈદિક મંત્રોચ્ચાર દ્વારા બ્રહ્મ કુમારોનું પાલખીને કમ્પાઉન્ડ હજારો સ્વંયમ સેવકો દ્વારા વિવિધ વ્યવસ્થા ઓ વચ્ચે ભવ્ય પાલખી યાત્રાના દર્શન માત્રથી ધન્યતા વ્યક્ત કરેલ. તમામ ધર્મ સંપ્રદાયની પાલખી યાત્રામાં નાના મોટી સેવાઓ ઠાકોર સમાજ માલધારી સમાજ માંધાતા ગ્રુપ ઋષિવંશી સમાજ ક્ષત્રિય સમાજ રઘુવંશી સમાજ જેન સમાજ પ્રજાપતિ સમાજ સહિત ના સમાજ દ્વારા ચા શરબત ના સ્ટોલ સૂર્યમુખી ધૂન મંડળ સરદાર ગૌસેવા ધૂનમંડળ સહિત ની સંસ્થા ઓ દ્વારા સ્વંયમ સેવી તરીકે સેવારત સમર્પણ ભાવ સાથે સેવા પાંચ હજાર થી વધુ ભાવિકો ને ફરાળ પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી.

Previous articleરાજીવ ગાંધીની જન્મજયંતિએ ઘોઘા હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ
Next articleમહુવા ખાતેની બેલુર વિદ્યાલયમાં ફાયર સેફટી ડેમોસ્ટ્રેશન યોજાયું