ભાંકોદરની સ્વાઈ એનર્જી સામે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો ઉપર પોલીસ દમન

1120

જાફરાબાદના ભાંકોદર બની રહેલ મહાકાય સ્વાઈ એનર્જી કંપનીએ ભાંકોદર ગામની જમીન ખેડુતોને ખોટા પ્રલોભનો આપી હડપ કર્યા પછી ખેડૂતોને ઠેંગાો બતાવ્યાથી ર૦૦ ખેડુતો બૈરાઓ સહિત ઉપવાસ પર બેસી ગયેલને જો હુકમથી પોલીસ દમન ઠરાવી ૭૦ને સાવરકુંડલા ૬૦ને ખાંભા અને પ૦ બેરાઓને નાગેશ્રી પોલીસ મથકે પુરી દીધાથી બાબરીયાવાડમાં હોબાળો, મચી જવા પામેલ છે.

જાફરાબાદના ભાંકોદર ગામે બની રહેલ મહાકાય સ્વાઈ એનર્જી કંપનીએ ભાંકોદરના ખેડૂતો પાસેથી ખોટા પ્રલોભનો જેવા કે તમો અમને જમીન આપો તો તમોને કંપનીમાં કાયમી નોકરી આપીશું તમને કંપનીમાં ચાલતા કામો આપીશું જેવા ખોટા વાયદા પ્રલોભનો આપી તમામ ખેડૂતો પાસેથી ન જીવની કિંમતે જમીન હડપ કરી લેધેલ જેની ગામ લોકો દ્વારા મામલતદાર, સ્થાનિક પોલીસ મથક ડેપ્યુટી કલેકટરથી લઈ  જિલ્લા કલેકટર અને ગાંધીનગર સુધી મુખ્યમંત્રીને ગંભીરતા પુર્વક રજુઆત કરેલ પણ તેનો કોઈ જવાબ ન મળતા કંપની તરફથી કોઈ પ્રતિભાવ કે ગામ લોકો સાથે સમાધાન બેઠક પણ ન મળતા ગામ લોકો તેના બાપદાદાના પરસેવો વાડી જમીન સાચવેલને સ્વાઈ એનર્જી કંપનીએ હડપ કર્યા પછી ખેડૂતોની આજીવીકા જમીન છે. બીજો ભાંકોદરના ખેડૂતોને કોઈ આધાર ન રહેતા આખરે અનેક રજૂઆતોના અંતે ગામના ર૦૦ ખેડૂતો બૈરા છોકરાઓ સહિત ગાંધી ચીન્ધા માર્ગે પ્રતિક ઉપવાસમાં ડેરા તંબુ નાખી બેસી ગયેલ અને જાન દેંગે જમીન નહીં દેંગેના બેનરો અને સુત્રોચ્ચાર સાથે કોઈ પણ જાતની બબાલ વગર ઉપવાસમાં બેસી ગયેલ સાથે કંપનીએ સમાધાનનો માર્ગના બદલે પૈસાના પાવરે પોલીસ પાવર વપરાવી પોલીસ દમન જો હુકમીથી ઠરાવી આજે ભાંકોદરના ર૦૦ ખેડૂતોના ૭૦ પુરૂષોને સવારકુંડલા (૬૦) ખેડૂતપુરૂષોને ખાંભા અને પ૦ – ખેડૂત મહિલાઓને નાગેશ્રી પોલીસ મથકમાં પકડીને પુરી દીધા તેમાં એક પત્રકાર કવરેઝ લેતા હોય તેને પણ આંદોલનકારીઓ સાથે પોતાની પત્રકારની ઓળખ સ્થાનિક પોલીસને આપવા છતા પકડીને સાવરકુંડલા પોલીસ કસ્ટડીમાં ધકેલી દેતા બાબરીયા વાડમાં ખળભળાટ મચી ગયેલ છે જેના પડઘા આવનાર સમયમાં પડશે.

Previous articleદામનગરમાં સરકારી મિલ્કતો પાસે જામેલા કચરાના ઢગલાઓ
Next articleમાધ્યમિક શાળાની માંગ સાથે હડદડ પ્રા.શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી