ભાવનગર યુનિ. કર્મચારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો

858
bhav24102017-1.jpg

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કુલપતિ ડો.એસ.એન. ઝાલાના અધ્યક્ષસ્થાને સ્નેહિમલન કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ઓ.એસ.ડી., અધિકારીઓ, વિભાગીય અધિકારી, પ્રિન્સીપાલઓ, કોર્ટ સભ્યો તેમજ શૈક્ષણિક અને વહિવટી સ્ટાફની વિશાળ ઉપસ્થિતિમાં યોજાઈ ગયો.
ઓ.એસ.ડી. ડો.વેદાંતભાઈ પંડયા દ્વારા કર્મચારીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ કર્મચારી અને તેના પરિવારનું આરોગ્ય નિયામય રહે તેમજ સંસ્થામાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓ પોતાની કાર્યકુશળતાથી વિશ્વ વિદ્યાલયની નામના ઉજાગર કરે તેવી શીખ આપી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ ડો.એસ.એન. ઝાલા દ્વારા કર્મચારી અને કર્મચારીના પરિવારની સુખાકારી રહે તેમજ વિશ્વ વિદ્યાલયના કેન્દ્રમાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે નિયમાનુસારનું નિરાકરણ લાવી વિદ્યાર્થીઓને સંતોષ થાય તેવી ભૂમિકા કરવાની શીખ આપી હતી તેમજ ગત વર્ષમાં યુનિવર્સિટી દ્વારા યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં યુનિવર્સિટીની ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી તેમજ કર્મચારીઓએ કરેલા કાર્યોની વિશેષ નોંધ લીધી હતી. વર્ગ-૪ના કર્મચારીથી માંડી અને કુલપતિને ફાળે જે ભૂમિકા ભજવવાની છે તે ભૂમિકાનું દરેક જગ્યાએ ખુબ મહત્વ હોય છે તેમ જણાવ્યું હતું. યુનિવર્સિટીના વિકાસ માટે નવા વર્ષમાં જે કંઈ સંકલ્પ કરવાનો થાય તે કરી યુનિવર્સિટીનું નામ રોશન કરવામાં દરેક કર્મચારીને પોતાનું યોગદાન આપવાનું આહવાન કર્યુ હતું. કુલપતિ દ્વારા ગત વર્ષના પેન્ડીંગ કામોની મિટીંગમાં દરેક વિભાગની સરાહનિય ભૂમિકા વિશે જાણકારી આપી હતી અને નવા વર્ષથી શરૂ થનાર વહિવટી કામો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Previous article મેયર દ્વારા વડાપ્રધાનનું સ્વાગત
Next articleચૂંટણી માટે ભાજપે ઘડ્યો માસ્ટર પ્લાન, ગુજરાતના દિગ્ગજ નેતાઓના હાથમાં કમાન