ઉદ્યોગનગરમાં જુગાર રમતાં છ ઝબ્બે

1224

શહેરના વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં છ શખ્સોને નિલમબાગ પોલીસ સ્ટાફે રેડ કરી રોકડ સહિતનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

નિલમબાગ પોલીસ સ્ટેશન પીઆઈ જે.જે.રબારીની આગેવાની સબબ નિલમબાગ પોલીસ સ્ટેશન એએસઆઈ યુવરાજસિંહ ગોહિલ હેડ. કોન્સ. ઘનશ્યામભાઈ ગોહિલ હેડ કોન્સ એ.એ. ગોહિલ પો.કોન્સ. સંજયસિંહ ઝાલા પો.કો.જીગનેશભાઈ મારૂ, પો.કો.માનદિપસિંહ ગોહિલ પો.કો. મુકેશભાઈ મહેતા પો.કો. અનિલભાઈ મોરી પો.કો. રૂપદેવસિંહ રાઠોડ પો.કો.રાજેન્દ્રભાઈ આહિર વિ.પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભાવનગર ઉદ્યોગનગર પહોચતાં ખાનગી રાહે બાતમીદાર થકી મળેલી બાતમી હકિકત મુજબ ઉદ્યોગનગર વિઠ્ઠલવાડી દેવરાજ દુશ્મનનાં કારખાના પાસે રોડ પર જાહેરમાં જુગાર રમતાં ૦૬ ઈસમો સંદિપ ઉર્ફે સંજય હિંમતભાઈ બઢીયા, જીતુભાઈ વિશ્વરાજભાઈ વર્મા, શૈલેષભાઈ રવજીબાઈ કાલીયા, ભાવેશભાઈ કાંતિભાઈ ગોહેલ, આકાશભાઈ પપ્પુભાઈ માથુર, રામચરિફા ઉર્ફે રામસિંગ હંસનાથ મોર્ય રહે તમામ ભાવનગર વાળાને તીનપત્તીનો જુગાર રમતા પટમાંથી ગંજીપતાનો કેટ રોકડ રૂા.૧૦,૬૦૦ મોબાઈલ ફોન નંગ ૦૬ કિ.રૂા.૩૫,૦૦ તથા મો.સા.નંગ ૦૨ કિ. રૂા.૫૫,૦૦૦ મળી કુલ ટોટલ રૂા.૬૯,૧૦૦ના મુદ્દામાલ સાથે ૦૬ ઈસમ વિરૂધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નિલમબાગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.