સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદના પ્રદેશ સમિતિમાં કન્વીનર પદે નિખિલભાઈ ભટ્ટની નિમણુંક

744

ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના સ્થાનિક ક્ષેત્રે બ્રહ્મસમાજની સાથે રહી સમાજના વિશિષ્ઠ કાર્યક્રમો જેમ કે વિદ્યાર્થી સન્માન, સમૂહ યજ્ઞોપવિત, સમૂહ લગ્ન, સમૂહ પસંદગી મેળો, શિવ શોભાયાત્રા, શ્રી રામ શોભા યાત્રા, શ્રી પરશુરામ કાળશયાત્રા વગેરે સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોના તેઓએ નિર્વિવાદિત બ્રહ્મ અગ્રણી માર્ગદર્શક તરીકેની ભૂમિકા સદાયે જાળવી રાખી સમાજના કાર્યોને પ્રોત્સાહિત કર્યા છે તેમજ સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ-ગુજરાત ના પરામર્શક સમિતિના તેઓ  આમંત્રિત પરામર્શક તરીકે તેમજ પ્રદેશના સૌરાષ્ટ્ર ઝોન ના  સંકલન સમિતિના અધ્યક્ષ તરીકેની તેઓની ઉત્કૃષ્ટ તેમજ અભિનંદનીય કાર્યશૈલી દ્વારા સંગઠનના સૌરાષ્ટ્ર વિસ્તાર અને વિકાસ માળખાને સફળતાપૂર્વક સુઆયોજિત કર્યા બાદ સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદના પ્રદેશ સંગઠન મહામંત્રી ચેતનભાઈ ઠાકર તેમજ અધ્યક્ષા અર્ચનાબેન ઠાકર દ્વારા નિખિલભાઈ ભટ્ટ ની સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ-ગુજરાતના સંસ્થાકીય ઉદેશ – હેતુ વિષયક પ્રચાર – પ્રસાર, સાહિત્ય અને કાર્યક્રમ નિર્માણ પ્રદેશ સમિતિના પ્રદેશ કન્વીનર તરીકે ની સર્વ સંમતિ પૂર્વક નિમણુંક કરવામાં આવી છે.

આ ઉપરાંત અલગ અલગ ૨૦ શાખાઓના માધ્યમથી ૨૨ દેશોમાં અંદાજીત ૨૬ લાખથી પણ વધુ બ્રાહ્મણ સભ્ય સંસ્થા ધરાવતી એક માત્ર સર્વ સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિઓનું સંગઠન આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસંસ્થાના આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ નિવેશક શાખામાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે તેમજ બિન રાજકીય સેવા સંગઠનમાં પણ તેઓના નિસ્વાર્થી સેવાકીય કાર્ય અને કુશળ મેનેજમેન્ટને કારણે તેઓને રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ઠ હોદાઓ ઉપર સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં રાષ્ટ્રીય  અધિવક્તા મંચના રાષ્ટ્રીય પ્રભારી અને રાષ્ટ્રીય નિવેશક મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત કાર્યશીલ રહી સંગઠન ને તેઓની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.

સ્વભાવે શાંત અને સરળ અને બિન વિવાદિત આ યુવા પ્રતિભા નિખિલભાઈ ભટ્ટ હાલમાં દિલ્હી સ્થિત કન્ઝુમર કો ઓર્ડીનેશન કાઉન્સીલ ફેડરેશનના સંપૂર્ણ માર્ગદર્શન પ્રવક્તા તરીકે ઇન્વેસ્ટર પ્રોટેક્શન કમિટીના ચેરમેન પદે થી રોકાણકારોને સમ્પૂર્ણ માર્ગદર્શક તરીકે સેવારત છે. નિર્વિવાદિત બ્રહ્મ અગ્રણી માર્ગદર્શક તરીકે અનેક સંસ્થાઓ સાથે કાર્યરત નિખિલભાઈ ભટ્ટ ને પ્રદેશ કન્વીનર તરીકે નિમણુંક થવા બદલ દરેક શહેર તેમજ જિલ્લાઓમાંથી શુભેચ્છાઓ સાથે આવકાર મળી રહ્યો છે.

Previous articleઉત્તરપ્રદેશ : છ જિલ્લામાં પુરની સ્થિતિ ચિંતાજનક, ૧૮નાં મોત
Next articleપાલીતાણા કોંગ્રેસે મામલતદારને આવેદન આપ્યું