હજારોમણની ફાડાલાપસી ગાયોને પીરસતા બિલ્ડર બાબુભાઇ પટેલ

1396

કુદરતે જે આપ્યુ છે, તે વાપરવાની પણ હિંમત જોઇએ, ત્યારે ગાંધીનગર ખાતે રહેતા બિલ્ડર એવા બાબુભાઇ પટેલ (અશ્વમેધવાળા) દ્વારા હજારોમણ ફાડા લાપસી દરેક ગૌસેવા એવી પાંજરાપોળો જે ઈડર, પ્રાંતિજ, લાકરોડા, ગાંધીનગર, કડી, કલોલ, પેથાપુર, માણસા ખાતે તમામ ગાયોને ફાડા લાપસી ખવડાવી હતી.

ત્યારે ફાડા લાપસીનું જમણ હોય ત્યારે ગાયો કેવી દોટ મૂકે છે તેનો વીડિયો પણ જોવા જેવો છે.જેમ લગ્નમાં પહેલી પંગતમાં સારું એવું જમણવાર જોઇને લગ્નમાં આવેલા જાનૈયાઓને મોંમા પાણી આવી જાય તેમ ગાયો માટે વર્ષનું ઓક્સીજનનું ટોનીક આપતાં હોય તેમ હજારોમણ ફાડા લાપસી ખાવા ગાયો છૂટી હતી, ત્યારે બાબુકાકા હરહંમેશા માર્ગ ઉપરથી નીકળતા હોય અને કપીરાજ મળી જાય તો તેમની ગાડીયોમાં પાટલે બિસ્કીટનાં બોકરો હોય તે ભરપેટ ખવડાવી દેવાના.

આપવામાં હરહંમેશા આંગળી ઉંચી રાખનારા બાબુકાકાએ ક્યારેય ખૂંટશે તેની ચિંતી કરી નથી, પેઢીઓની પેઢીઓનું ભેગું કર્યુ એ તેમનો ધ્યેય નથી, કુદરતે આપ્યુ છે. તો વાપરવું પણ જોઇએ એ ઉદ્દેશથી હરહંમેશા અબોલ જીવ માટે બાબુકાકા સેવાભાવી જીવડો તરીકે પ્રચલિત થયા છે.