ઝાડ સાથે કાર અથડાતા બેના ઘટના સ્થળે મોત

1410

ધંધુકા રાણપુર રોડ ઉપર જીઆઈડીસી નજીક રોડ સાઈડના ઝાડ સાથે ઈનોવાકાર અથડાતા કાર ચાલક તથા તેની બાજુમાં બેઠેલા શખ્સને ગંભીર ઈજા થતાં તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા હતાં.

ધંધુકા પોલીસ સુત્રો દ્વારા મળેલ વિગત મુજબ ઈનોવાગાડી રાણપુરથી અમદાવાદ જઈ રહી હતી. આ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે  કાર ચાલકે ચલાવતા ધંધુકા જીઆઈડીસી નજીક રોડ સાઈડમાં આવેલા ઝાડ સાથે મોડીરાત્રીના અથડાવી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈનોવા ગાડી માલક ગીરીશ જેરામભાઈ મકવાણા (ઉ.વ.૩૭) વેજલપુર અમદાવાદ તથા તેની બાજુમાં બેઠેલા કનૈયાલાલ ખોડાભાઈ મકવાણા (ઉ.વ.૪૭) રહે અમદાવાદનાને ગંભીર ઈજા થતા બન્નેનું ઘટના સ્થળે મૃત્યુ નિપજયું હતું. ઘટનાની જાણ થતા પોસઈ રાણા તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તથા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃકતોને પી.એમ.માટે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જયાં પી.એમ. કરવાના આવ્યું હતું.

રાણપુરના પ્રકાશ કેશવલાલ મકવાણા રહે. મેઘાણીનગર રાણપુરના આ કાર ચાલક ડ્રાઈવર વિરૂધ્ધ ધંધુકા પો.સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ધંધુકા પોલીસે આઈપીસી ૧૭૯, ૩૦૪ અ તેમજ એમ.વી. એકટ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો રજીસ્ટ્ર કર્યો છે. આગળની તપાસ પોસઈ રાણા ચલાવી રહ્યા છે.