બિહારમાં ૧૦૦ પ્રશાંત કિશોર પણ એનડીએની હારને બચાવી શકશે નહીં

972

બિહારમાં રાજનીતિનો પારો સતત વધી રહ્યો છે. ૨૦૧૯માં યોજનાર લોકસભાની ચૂંટણી પહેલાં રણનીતિકાર પ્રશાંત કિશોરે જેડીયુનો હાથ પકડી લીધો છે. જોકે, પ્રશાંત કિશોર સામેલ થતાં એક તરફ જેડીયુ મજબૂત થઈ છે, તેમ માનવામાં આવે છે. પરંતુ બીજી તરફ વિપક્ષી દળો જેવા કોંગ્રેસ અને આરજેડીએ નીતિશ કુમાર પર હુમલો વધારી લીધો છે. વિપક્ષોએ દાવો કર્યો કે બિહારમાં ૧૦૦ પ્રશાંત કિશોર પણ દ્ગડ્ઢછની હારને બચાવી શકશે નહીં. બિહારમાં જેડીયુ અને ભાજપનો સફાયો થઈ જશે.

બિહારમાં વિપક્ષે મુખ્યમંત્રી નિતિશ કુમાર પર કટાક્ષ કરતા કહ્યું કે, લોકોને હવે જેડીયુ કે નિતિશકુમાર પર ભરોસો રહ્યો નથી. એટલે માટે એમણે ‘બાહરી’નો ટેકો લેવો પડ્યો છે. અંગ્રેજી અખબાર ‘ધ ટેલીગ્રાફ’ના અહેવાલ અનુસાર આરજેડીના વિરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાપ્રધાન અબ્દુલ બારી સિદ્દીકીએ કહ્યું કે, પ્રશાંત કિશોરમાં જેડીયુમાં આવવાથી અમને કોઈ ફર્ક પડશે નહીં. હા, ૧૦૦ પ્રશાંત કિશોર પણ બિહારમાં એનડીએ ને હારથી બચાવી શકશે નહીં.આગામી ચૂંટણીમાં બિહારમાં આરજેડીની સરકાર બનતાં કોઈ રોકી શકશે નહીં. આરજેડી નેતાએ વધુમાં કહ્યું કે, પ્રશાંત કિશોર નીતીશકુમારનું ભાગ્ય બદલી શકશે નહીં અને એ બિહારમાં એનડીએની હાર અટકાવી શકશે નહીં.

Previous articleઆરકોમ ટેલિકોમ સેક્ટરમાંથી નીકળી જશે, રિયલ એસ્ટેટ પર ધ્યાન કેન્દ્રીત કરશેઃ અનિલ અંબાણી
Next articleરાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ૨૬ સપ્ટેમ્બરે મહત્ત્વની બેઠક યોજાશે