રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ૨૬ સપ્ટેમ્બરે મહત્ત્વની બેઠક યોજાશે

661

મિશન લોકસભાને લઈને કોંગ્રેસે પોતાની કવાયત્‌ તેજ કરી દીધી છે. આગામી ૨૬મી સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે મહત્વની બેઠક યોજાશે.

જેમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ દિગ્ગજ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનો પણ હાજર રહેવા માટે ફરમાન કરાયું છે.

આ બેઠકમાં સંગઠનમાં ઉત્તર કામગીરી કરનારા નેતાઓને સન્માનીત પણ કરાશે. એટલું જ નહીં પરંતુ આ બેઠક બાદ ઓટોબરમાં ખુદ્દ રાહુલ ગાંધી ગુજરાત આવી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓને ઁઝ્રઝ્ર ટ્રેનિંગ આપશે. ગુજરાતમાં પ્રથમ વખત બ્લોગ ટ્રેનિંગ આપવામાં આવશે. આ સાથે જ રાહુલ ગાંધી કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે આગામી ચૂંટણીને લઈને ખાસ રણનીતિ પણ તૈયાર કરશે.

ઉલ્લેખનીય છે કે, આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવનાર છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીનું માનવું છે કે, ભાજપને ૨૩૦થી ૨૪૦ બેઠકો મળે તો મોદી જ ફરીથી પ્રધાનમંત્રી બનશે.

આ સાથે જ કોંગ્રેસને ઉત્તરપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં મહાગઠબંધનને સારી બેઠકો મળવાની આશા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતીમાં એ પણ સ્પષ્ટ થયું છે કે, કોંગ્રેસ મહાગઠબંધનમાં શિવસેનાને સામેલ નહીં કરે.

Previous articleબિહારમાં ૧૦૦ પ્રશાંત કિશોર પણ એનડીએની હારને બચાવી શકશે નહીં
Next articleટ્રેન મુસાફરીમાં નવી ક્રાંતિ, જર્મનીએ દોડાવી દુનિયાની પહેલી હાઈડ્રોજન સંચાલિત ટ્રેન