ટ્રેન મુસાફરીમાં નવી ક્રાંતિ, જર્મનીએ દોડાવી દુનિયાની પહેલી હાઈડ્રોજન સંચાલિત ટ્રેન

712

ટ્રેન મુસાફરીના ક્ષેત્રમાં જર્મનીએ એક નવા જ ક્રાંતિકારી પ્રકરણની શરૂઆત કરી છે. જર્મનીએ દુનિયાની પહેલી હાઈડ્રોજન ટ્રેન સર્વિસ શરૂ કરી છે. જેને ફ્રાંસની ઓલસ્ટોમ કંપનીએ બે વર્ષની જહેમતના અંતે તૈયાર કરી છે. આ ટ્રેનનું કોરાડીયા આઈલિન્ટ નામ રાખવામાં આવ્યુ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેનમાંથી ધુમાડો નીકળતો નથી એટલે પ્રદુષણ થવાની કોઈ સંભાવના નથી. ટ્રેનમાં હાઈડ્રોજન ફ્યુલ સેલ લગાવવામાં આવ્યા છે. જે કેમિકલ રિએક્શની મદદથી વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળી ટ્રેનની લિથિયમ આયન બેટરીને ચાર્જ કરે છે અને તેની મદદથી ટ્રેન દોડે છે. પંરપરાગત ડીઝલ ટ્રેનના મુકાબલે તેની ઝડપ અને મુસાફરો લઈ જવાની ક્ષમતા સ્હેજ પણ ઓછી નથી. તેની ટોપ સ્પીડ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાક છે. એક વખત પ્લેનની હાઈડ્રોજન ટેન્ક ભરવામાં આવે તે પછી તે ૧૦૦૦ કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. જોકે તેને ડીઝલના ટ્રેનના મુકાબલે ઓપરેટ કરવી થોડી મોંઘી છે. જર્મનીએ હેમ્બર્ગ પાસેન એક રેલવે લાઈન પર તેની સર્વિસ શરુ પણ કરી દીધી છે.