રાજ્યમાં દારૂના કાયદાને કડડ બનાવવા પણ ધારાસભ્યો દ્વારા ટેકો અપાયો હતો. ત્યારે ટેકો આપનાર ધારાસભ્યો જ્યાં રહે છે તેવા સેક્ટર ૨૧માં આવેલા સદસ્ય નિવાસમાં જ દારૂની બોટલ મળી આવી છે.
બ્લોક નંબર ૨ના પહેલા માળે ચડતા ડાબી બાજુની થૂંકદાનીમાં બોક્સ સાથે ખાલી બોટલ મળી આવતા રાજ્યમાં દારૂબંધીનો કાયદો કેટલો મજબૂત છે તેનો પુરાવો આપવામાં આવ્યો છે.
રાજ્યમાં દારૂના કાયદાની પોલ ખોલતો વીડીયો જન અધિકાર મંચના પ્રમુખ પ્રવિણ રામ દ્વારા મોકલવામાં આવ્યો હતો. માહિતી આપતા રામે કહ્યુ કે, મોંઘવારીની વાત કરતા ધારાસભ્યોના નિવાસ સ્થાનમાં દારૂની મહેફિલો ચાલે છે. બ્લોક નંબર ૨માં નીચેથી પહેલા માળ તરફ જવાના ડાબી બાજુએ મુકવામાં આવેલી થૂંકદાનીમાંથી દારૂની બોટલ મળવી એ પણ ગુનો છે. દારૂબંધી હોવા છતા દારૂની બોટલ કેવી રીતે સદસ્ય નિવાસમાં પહોંચી ? પગાર વધારો પણ મહેફિલો કરવા અપાયો હોવાનો આક્ષેપ કરાયો હતો.