મોડાસાની સ્કૂલમાં વિદ્યાર્થીનિઓ સાથે અડપલાં કરતો શિક્ષક સીસી કેમેરામાં કેદ થતાં સસ્પેન્ડ

2816

મોડાસાની નામાંકિત ગણાતી એક શાળામાં વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરી હેરાન-પરેશાન કરતો શિક્ષકનો ભાંડો ફૂટી જતાં મંડળે સસ્પેન્ડ કરી દીધો છે. શિક્ષક દ્વારા ઇન્ટરનલ માર્ક્સ વધારી આપવાની લાલચ આપી વિદ્યાર્થિની સાથે એકલ-દોકલમાં શાળામાં પજવણી કરતો હોવાનું સી.સી.ટી.સવી.માં કેદ થઇ જતાં મંડળે શિક્ષકનેને તાત્કાલિક સસપેન્ડ કરી દીધો છે.

મોડાસાની નામાંકિત શાળામાં ધો.૧૦માં ક્લાસ ટીચર તરીકે ફરજ બજાવતો શિક્ષક છેલ્લા બાર વર્ષ ઉપરાંતના સમયગાળાથી શાળામાં ફરજ બજાવે છે. આ લંપટ શિક્ષક છેલ્લા કેટલાય સમયથી શાળાની વિદ્યાર્થીનીઓ સાથે અડપલાં કરી તેમની છેડછાડ કરતો હતો. ક્લાસ ટીચરના હેવાનિયત ભર્યા કરતૂતથી શાળાની વિદ્યાર્થીનીઓ ડઘાઇ ગઇ હતી. શાળાના શિક્ષકના બેહુદા વર્તનથી કંટાળેલી એક વિદ્યાર્થીનીએ તેના વાલીને ફરિયાદ કરી પોતાની કથની વર્ણવતાં વિદ્યાર્થીનીનો પરિવાર પણ આ નરાધમના કરતૂતોથી હચમચી ઉઠ્‌યો હતો.

આ વિદ્યાર્થીનીના વાલીએ શાળામાં ફરિયાદ કરતાં શાળા સત્તવાળાઓએ મંડળને જાણ કરી હતી. આ લંપટ શિક્ષક ઉપર છેલ્લા અઠવાડીયાથી ખાનગીમાં નજર રાખવામાં આવી હતી. આ શિક્ષક શાળાના લેબમાં પણ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડછાડ કરતો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગયો હતો. જોકે, કરતૂતો મંડળો સી.સી.ટી.વી.માં જોતાં ધૂઆં પૂઆં થઇ ગયાં હતા. મંડળે તાત્કાલિક શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો હતો અને ભૂલથી પણ શાળાના ગેટ પાસે ફરક્યો છે તો, તારી ઉપર એફઆઇઆર કરાશે. શહેરની નામાંકિત શાળામાં ચકચાર ભર્યા બનાવથી વિદ્યાર્થીનીઓના વાલીઓમાં આક્રોશ ફાટી નિકળ્યો છે.

Previous articleપવન સાથે વરસાદથી બાજરીનો ઊભો પાક આડો પડી ગયો
Next articleહિંમતનગરના બલવંતપુરામાં ખેતરમાથી ૧ લાખથી વધુના ચંદનના લાકડાંની ચોરી