રાજુલા-જાફરાબાદમાંથી પોલીસે ઝડપેલ દારૂ-બિયર પર બુલડોઝર ફેરવાયુ

943

અમરેલી જીલ્લાના જુદા-જુદા પાંચ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો. જેમાં જાફરાબાદ ટાઉનમાં ૩૩ ગુનામાં પકડાયેલા ૧૭પ૦ બોટલ જેની કિંમત ર૬૮૬પ૦ તથા બિયર ૧૦૩૩ બોટલ જેની કિંમત છે. ૧૦૩૩૦૦, રાજુલા ૩૯ ગુનામાં પકડાયેલા દારૂ ૭૮૪ બોટલ જેની કિંમત ર૪૯પ૧૦ નાગેશ્રીમાંથી પકડાયેલ ર૩ ગુનામાં ૪૬૦પ બોટલ જેની કિંમત ર૮રર૭પ, જાફરાબાદ મરીન ૧૭ ગુનામાં ર૯૯૦ તથા ૧૬૮૮ બિયર, પિપાવાવ મરીન ૮ ગુનામાં ૯૯ બોટલ. આ બધા ઈંગ્લીશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક નિર્લીષ રાવ આપેલ સુચના મુજબ અમરેલી જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબીશનના કોર્ટ પેન્ડીંગ કેસોનો પડી રહેલ ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ નાશ કરવા તમામ થાણા અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે ઈન્ચાર્ઝ પોલીસ અધિક્ષક બી.એમ. દેસાઈ તથા સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધક્ષિક આર.એલ. માવાણીના માર્ગદર્શન મુજબ સાવરકુંડલા વિભાગના રાજુલા, નાગેશ્રી, જાફરાબાદ, ટાઉન, પીપાવાવ મરીન તથા જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના કોર્ટ પેન્ડીંગ કેસોનો પડી રહેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો નાશ કરવા જાફરાબાદ તથા રાજુલા કોર્ટમાંથી હુકમ મેળવી ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી કરવામાં જણાવવામાં આવેલ.

જે અન્વયે ઈંગ્લીશ દારૂના નાશ માટેની સમિતિના અધ્યક્ષ કે.એમ.ડાભી સબ. ડી.વી. મેજી. રાજુલા તથા સભ્ય્‌ આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ તથા બી.ડી.જાડેજા અધિક્ષક નાશાબંધી અને આબકારી અમરેલીની રૂબરૂ તથા આર.ટી. અનુસાર પોલીસ ઈન્સ., જાફરાબાદ પોલીસ સ્ટેશન, યે.ડી.જાડેજા પોલીસ ઈન્સ્પેકટર રાજુલા પોલીસ સ્ટેશન પો.સ.ઈ. જે.કે. મળિયા, નાગેશ્રી પોલિસ સ્ટેશન આર.યુ. ધામા પો.સા.ઈ. જાફરાબાદ મીરન પો.સ્ટે. વી.એલ.પરમાર પીપાવાવ પોલીસ સ્ટેશન તમામ પો.સ્ટે.ના પોલીસ સ્ટેશનના કોન્સ/ એ.એસ.આઈ. પો.કન્સ.ની હાજરી તથા મદદથી પાંચ પોલીસ સ્ટેશનનો ઈંગ્લીશ દારૂ અલગ અલગ કુલ – ૧૩૦ ગુન્હાઓ ઈંગ્લીશ દારૂ બોટલ નંગ- ૧૦રર૮ કિ.રૂા. ૧ર૩૯૩૬૦/-નો તથા બીયરના ટીન નંગ ર૭ર૧, કિ.રૂા. ૧ર૦૧૦૦/-ના સમિતિના અધ્યક્ષ તથા સભ્યોની હાજરીમાં છેલણા ગામની સીમમાં આવેલ સરકારી પડતર જમીનમાં પંચોની રૂબરૂ મુદ્દામાલની ચકાસણી કરી રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે.

Previous articleજીઇ પાવર થર્મલ પ્લાન્ટ્‌સને ભારતની પ્રથમ લો NOx બોઇલર ટેકનોલોજી ડિલિવર કરશે
Next articleગરબા સ્પર્ધામાં ઢસા હાઈસ્કુલ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા