મનપા દ્વારા સંત રોહીદાસ મંદિર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

1196

ગાંધીનગર મનપા દ્વારા સંત રોહિદાસ મંદિર સેકટર – ૬ ખાતે વધુ એક સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગર પાલિકાના સ્ટાફ ઉપરાંત કલેકટરના સ્ટાફે સરાહનીય કામગીરી બજાવી હતી. અને નાગરિકોએ જરૂરી દાખલા, પ્રમાણપત્રો મેળવવા માટે ઘસારો કર્યો હતો. ભાજપ તરફથી લોકોને સરળતાથી દાખલા મળી રહે તે માટે પ્રજાના દ્વારે જઈને ખરા અર્થમાં સેવા કરતો આ કાર્યક્રમ વધુ એકવાર સફળ રહ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનુભાઈ પટેલ, પ્રમુખ મહેન્દ્રભાઈ દાસ, પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલે હાજર રહી માર્ગદર્શન કર્યું હતું.

Previous articleબીબીએ કોલેજ દ્વારા “બર્ન યોર કેલરી બટ નોટ ફ્યુઅલ” સંદર્ભે સોશિયલ પ્રોજેક્ટ કરવામાં આવ્યો
Next articleમેયરના ગેરકાયદેસર દબાણ પર ગમે તે ઘડીએ તંત્રનો હથોડો વિંઝાશે