ભારતના નેત્ર ચિકિત્સક ડોક્ટર ગોવિંદપ્પાની આજે ૧૦૦મી જયંતી, ગૂગલે બનાવ્યું ડૂડલ

711

આજે પદ્મશ્રી ડો ગોવિંદપ્પા વેંકટસ્વામીની ૧૦૦મી જયંતી છે. આ ખાસ પ્રસંગે ગૂગલે ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. ડો. ગોવિંદપ્પાએ પોતાનું આખુ જીવન લોકોની જીંદગીમાંથી આંધણાપણું દૂર કરવા માટે સમર્પિત કરી દીધું. તેઓ એક પ્રસિદ્ધ નેત્ર રોગ ચિકિત્સક છે. તેમનો જન્મ ૧ ઓક્ટોબર ૧૯૧૮એ થયો હતો. ૮૭ વર્ષની ઉંમરમાં ૭ જુલાઈ ૨૦૦૬એ તેમનું નિધન થયુ હતુ. ડોક્ટર ગોવિંદપ્પા વેન્કટસ્વામી ગરીબ પરિવારમાંથી આવતા હતા પરંતુ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. તેમનો આ અભ્યાસ કરવામાં તેમના કાકાએ મદદ કરી હતી. ભણતર બાદ તેઓ ઈન્ડિયન આર્મીનો મેડીકલ કોર્સમાં જોડાયા હતાં. જ્યાં તેમણે યુદ્ધમાં ઈજાગ્રસ્ત સૈનિકોનો ઈલાજ કર્યો.

તેમણે ગરીબો માટે એવી આંખોનું હોસ્પિટલ ખોલવાનું સપનુ જોયુ હતુ જેમાં ઘણા ઓછા પૈસામાં ગરીબોની સારવાર થાય. ડોક્ટર ગોવિંદપ્પા વેન્કટસ્વામીએ ૫૬ વર્ષની ઉંમરમાં ૧૯૭૬માં મદુરાઈમાં અરવિંદ આઈ હોસ્પિટલ ખોલ્યુ હતુ. જ્યાં ગરીબોને ઘણી ઓછી કિંમત પર આ અંગેની સુવિધાઓ મળતી હતી.

હોસ્પિટલ માટે તેમણે બેન્કે લોન આપવાની ના પાડી દીધી હતી. ત્યારે તેમણે પૈસાની સગવડ કરવા માટે પોતાનું ઘર ગીરવે મૂકી દીધું હતુ. ડોક્ટર ગોવિંદપ્પાને પોતાનું આઈ કેર સેન્ટર ખોલવાની પ્રેરણા મેકડોનાલ્ડની એસેમ્બલી લાઈન ઓપરેશનમાં મળી હતી.

તેઓ આજીવન લગ્ન ન કર્યા અને પોતાના ભાઈની સાથે રહ્યા હતા. ૧૯૭૩માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

Previous articleSBIની એટીએમમાં રોકડ ઉપાડની મર્યાદા ૨૦,૦૦૦
Next articleનિરવ મોદીની પાંચ દેશોમાં ૬૩૭ કરોડની સંપત્તિ કબ્જે