જાફરાબાદના લોઠપુર ગામે ગાંધી જન્મજયંતિની ઉજવણી

936

જાફરાબાદના લોઠપુર ગામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુની ૧પ૦મી જયંતિને તાલુકા કક્ષાએ કાર્યક્રમ મામલતદાર, તેમજ તાલુકા પંચાયત અને સ્વચ્છ ભારત મીશન અને પ્રાથમિક શાળાના સહયોગથી વિધવિધ કાર્યક્રમોમાં સ્વચ્છતા અભિયાનમાં મામલતદારે ગલી રસ્તા સાફ કરાયાં.

જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુની ૧પમી જન્મ જયંતિ નિમિત્તે જાફરાબાદ તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર ચૌહાણ તેમજ તાલુકા પંચાયત દ્વારા સ્વચ્‌ઋ ભારત મીશન અને લોઠપુર શાળાના શિક્ષકગણ સહભાગી બની જન જાગૃતિ માટે મામલતદાર ચૌહાણે હાથમાં સાવરણો પકડી લોઠપુર ગામની ગલ્લી રસ્તો સાફ કરી ગાંધી બાપુના સ્વપ્ન સ્વચ્છ ભારત મીશનને સાકાર કર્યુ જેામાં જાફરાબાદ તાલુકા પંચાયતથી તાલુકા વીકાસ અધિકારી એચ.ડી.વાઢેર ભારત મીશનનો તમામ સ્ટાફ તેમજ આંગણવાડી બહેનો જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ, ગ્રામ સરપંચ રાણાઆતા, નાથાભાઈ ઉપસરપંચ તાલુકા પંચાયતના આસીસ્ટન ટીડીઓ ગીરીશભાઈ મકવાણા, આઈઆરડી શાખાના ભાવેશભાઈ બાંભણીયા, ટીપીઓ કે.પી.વાઢેર તેમજ શાળાના આચાર્ય જયેશભાઈ નાના લોઠપુર પ્રાથમિક શાળાના ઉદાવતભાઈ તેમજ બનને શાળાઓનો શિક્ષક સ્ટાફ તેમજ આઈઆરડી સ્ટાફના ભાવેશ ડાબસર, નિલેશ કોટડીયા  સહિત ગ્રામ સફાઈ કાર્યક્રમમાં ઘર ઘર સુધી ગાંધી બાપુનો સ્વચ્છ ભારતનો સંદેશો પહોંચે તેવી જહેમત ઉઠાવી કાર્યક્રમને દીપાવ્યો હતો તેમજ શાળાના બાળકો દ્વારા વકૃતત્વ સ્પર્ધા ચિત્રા સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતાં.

Previous articleકોવાયા તથા ભાકોદર ગામે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી
Next articleપાલિતાણા પંથકમાં ગાંધી જન્મ જયંતિની ઉજવણી કરાઈ