આજના પુસ્તકોમાં ભારતનો ઈતિહાસ શોધવો મુશ્કેલઃ વિપ્લવ દેવ

873

ત્રિપુરાના ષ્ઠદ્બ વિપ્લવ કુમાર દેવે કહ્યું કે તેમની સરકાર દ્ગઝ્રઈઇ્‌ના અભ્યાસક્રમાં સંશોધન કરી રહી છે. જેનાથી અભ્યાસક્રમમાં ભારતીય ઈતિહાસનો સમાવેશ કરવામાં આવે.

ત્રિપુરા યુનિવર્સિટીના સ્થાપના દિવસ પર વિપ્લવ દેવે કહ્યું કે આજના અભ્યાસક્રમાં ભારતીય ઈતિહાસને શોધવો મુશ્કેલ છે. પુસ્તકોમાં સ્ટાલિન, લેનિન અને રૂસી ક્રાંતિ આવે છે. મને તેની સાથે કોઈ સમસ્યા નથી પરંતુ ગાંધી પણ ઈતિહાસમાં હોવા જોઈએ. વિપ્લવ દેવે કહ્યું કે તેમની સરકાર દ્ગઝ્રઈઇ્‌ના અભ્યાસક્રમાં સંશોધન કરીને ૨૦૧૯ સુધી નવો અભ્યાસક્ર લાગૂ કરવોનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનિય છે કે આ અગાઉ જૂનમાં ત્રિપુરાના શિક્ષણમંત્રી રતન લાલ નાથે શિક્ષણના સંદર્ભમાં ત્રિપુરાને પછાત ગણાવ્યું હતું. ત્રિપુરાના શિક્ષણમંત્રી સિવાય રાજયપાલ તથાગત રોય પણ ઈતિહાસના પુસ્તકના અભ્યાસક્રમાં સવાલ ઉઠાવી ચૂકયા છે.

Previous articleકોંગ્રેસને વોટ આપવો એટલે લશ્કરને વોટ આપવા બરાબર : રવિન્દ્ર રૈના
Next articleન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો : ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સ ચોરીમાં પિતાને મદદ કરી હતી