ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો : ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સ ચોરીમાં પિતાને મદદ કરી હતી

656

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ૯૦ના દાયકામાં ટેક્સ ચોરી કરી હતી. ન્યૂયોર્ક ટાઇમ્સ રિપોર્ટે મંગળવારે આ દાવો કર્યો છે. તે અનુસાર, ટ્રમ્પ પોતાને સેલ્ફ મેડ બિલિયોનર કહે છે, પરંતુ તેમના પિતા ફ્રેડ ટ્રમ્પ દ્વારા રિયલ એસ્ટેટ કારોબારથી ૩ હજાર કરોડ રૂપિયા (૪૧.૩ કરોડ ડોલર) મળ્યા. ટ્રમ્પે ટેક્સ ચોરીમાં તેના પિતાની મદદ કરી અને પોતે પણ આવું જ કર્યુ. અમેરિકન ટેક્સ ડિપાર્ટમેન્ટ ટ્રમ્પ વિરૂદ્ધ આરોપોની તપાસ કરી રહ્યું છે.

ટ્રમ્પે ટેક્સ રિટર્નમાં પોતાના માતાપિતાની સંપત્તિ ઓછી દર્શાવી. એવામાં જ્યારે પ્રોપર્ટી ટ્રમ્પ અને તેમના ભાઇ-બહેનના નામે ટ્રાન્સફર કરવામાં આવી તો તેઓએ ઓછો ટેક્સ આપવો પડ્યો.

ટ્રમ્પના માતા-પિતા મેરી અને ફ્રેડે ૭,૩૦૦ કરોડ રૂપિયા (૧૦૦ કરોડ ડોલર)થી વધુની સંપત્તિ તેમના બાળકોને ગિફ્ટ કરી હતી. નિયમ અુસાર, તેના પર ૪૦૧૫ કરોડ રૂપિયા (૫૫ કરોડ ડોલર)નો ટેક્સ થતો હતો.

ટ્રમ્પ અને તેમના ભાઇ-બહેનોએ ખોટી માહિતી આપીને માત્ર ૪૦૩ કરોડ રૂપિયા (૫.૫૨ કરોડ ડોલર)નો ટેક્સ ભર્યો. તેઓને ૫૫ ટકાના બદેલ માત્ર ૫ ટકા ટેક્સ ભરવો પડ્યો હતો.

Previous articleઆજના પુસ્તકોમાં ભારતનો ઈતિહાસ શોધવો મુશ્કેલઃ વિપ્લવ દેવ
Next articleએનડીએના એજન્ડામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો નથી : કેસી ત્યાગી