જાફરાબાદના ભટવદર ગામે યોજાયેલ સેવા સેતુમાં ૧૮૩૬ અરજીનો નિકાલ

1046

જાફરાબાદ તાલુકાના ભટવદર ગામે ૧૧ ગામોનો સેવા સેતુ ડેપ્યુટી કલેક્ટર ડાભીની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં ભટવદર, કાગવદર, બાલાનીવાવ, કોળી કંથારીયા, મીઠાપુર, નાગેશ્રી, ખાલસા કંથારીયા, મીઠાપુર, નાગેશ્રી ખાલસા કંથારીયા, દુધાળા, ધોળાદ્રી, કડીયાળી સહિત ગ્રામજનોની આપેલ ૧૮૩૬ અરજીઓનો નિકાલ સ્થળ પર જ કરાયો. જેમાં મામલતદાર ચૌહાણ, નાગેશ્રી પીએસઆઈ મુળીયા, ટીડીઓ ઈન્ચાર્જ કે.પી. વાઢેર, નાયબ મામલતદાર કુંભાવત, સરપંચ એસોસીએશન પ્રમુખ મહિપતભાઈ વરૂની હાજરીમાં જનતાનો આધારકાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, સીનીયર સીટીઝન કાર્ડ, રેશનકાર્ડ, ગેસ કનેક્શન, જમીન મહેસુલ કામ તેમજ વિવિધ પ્રકારની સરકારી યોજનાઓનો લાભાર્થીઓએ ૧૧ ગામની જનતાને લાભ લીધો. આ સેવા સેતુ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર ડાભી તેમજ મામલતદાર ચૌહાણને સરપંચ એસોસીએશન પ્રમુખ મહિપતભાઈ વરૂ, મીઠાપુર સરપંચ શાંતિભાઈ વરૂ, બાલાનીવાવ સરપંચ પડુભાઈ વરૂ, કોળી કંથારીયા સરપંચ હરેશભાઈ વરૂ, ખાલસા કંથારીયા સરપંચ અનકભાઈ વરૂ, સરોવડા સરપંચ અનિરૂધ્ધભાઈ વાળા તેમજ તમામ ગામોના સરપંચો સાથે પ્રમુખ મહિપતભાઈ વરૂ, પ્રતાપભાઈ વરૂ કિસાન સંઘ, પ્રતાપભાઈ જે. વરૂ દ્વારા જાફરાબાદ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરો સાથેનું ગંભીરતાપૂર્વક અપાયું આવેદનપત્ર જેમાં આવેદનપત્રમાં એેવો ઉલ્લેખ કર્યો કે ખેડૂતો, મજુરો અને તમામ જનતા ભયંકર દુષ્કાળ પડવાથી દહેશતભર્યા માહોલમાં જીવી રહી છે. ધંધા રોજગાર ન મળવાથી ગઈકાલે બારપટોળીના બે યુવાનોએ આપઘાત કરી લીધો છે તેમજ ખેડૂતો, મજુરોને ધંધો રોજગાર ન મળતા દરરોજ એક બે આપઘાત કરી રહ્યો છે માટે જાફરાબાદ તાલુકો અતિ પછાત હોય તાત્કાલિક મનરેગા યોજના શરૂ કરો તેમજ આ બાબતે રાજુલા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા અને ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર પણ બહોળી સંખ્યામાં ખેડૂતો સાથે આવેદનપત્ર અપાશે.

Previous articleડો.સવિતાબેન વાઘેલાનું વ્યાખ્યાન યોજાયું
Next articleધંધુકા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમની ઉજવણી થઈ