મંત્રી એમ.જે.અકબર મામલે ૨૦ મહિલા પત્રકારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

712

હેશટેગ મીટુ કેમ્પેન હેઠળ વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબર પર જાતીય ઉત્પીડનના આરોપ લગાવનાર પત્રકાર પ્રિયા રમાનીને અન્ય મહિલા પત્રકારોનું પણ સમર્થન મળ્યું છે. આ કેમ્પનના જોર પકડવાની સાથે ધ એશિયન એજ અખબારમાં કામ કરી ચુકેલી વીસ મહિલા પત્રકારો પોતાના સહકર્મી પ્રિયા રામાનીના સમર્થનમાં ઉતરી આવી છે. આ સિવાય મહિલા પત્રકારોની એક પેનલે આના સંદર્ભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર પણ લખ્યો છે. મહિલા પત્રકારોએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને પ્રિયા રામાનીને સમર્થનની વાત કહી છે અને કોર્ટને આગ્રહ કર્યો છે કે અકબર વિરુદ્ધ તેમની પણ સાક્ષી  લેવામાં આવે. મહિલા પત્રકારોનો દાવો છે કે આમાની કેટલીકનું અખબરે જાતીય ઉત્પીડન કર્યું છે અને અન્ય તેની સાક્ષી છે. પત્રકારોએ પોતાના હસ્તાક્ષરવાળા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રિયા રામાની પોતાની લડાઈમાં એકલી નથી. તેઓ બદનક્ષીના મામલામાં સુનાવણી કરી રહેલી માનનીય અદાલતને આગ્રહ કર્યો છે કે અરજદાર દ્વારા તેમનામાંથી કેટલાકના યૌન ઉત્પીડનને લઈને અન્ય હસ્તાક્ષરકર્તાઓની સાક્ષી પર વિચાર કરવામાં આવે. તેઓ આવા ઉત્પીડનની સાક્ષી હતા.

મહિલા પત્રકારોની એક પેનલે કેન્દ્રીય પ્રધાન એમ. જે. અકબરને બરતરફ કરવાની માગણી કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખ્યો છે. નેટવર્ક ઓફ વુમન ઈન મીડિયા ઈન્ડિયાએ સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને કહ્યું છે કે તેઓ બેહદ ચિંતિત છે કે અકબર કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રધાન પદે યથાવત છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે આ વાતથી સંમત હશો કે આ અનૈતિક અને અયોગ્ય છે. આ પ્રકારે તેમના કથિત કુકર્મોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ અસરગ્રસ્ત થઈ શકે છે.

Previous articleનીતિન પટેલ : શક્તિસિંહ પર કોઈ આક્ષેપ થયા નથી
Next articleબ્રહ્મોસથી વધુ શક્તિશાળી ચીની મિસાઇલ ખરીદવાની તૈયારીમાં પાક.