રાજુલાના વાવેરા ગામે નવરાત્રીમાં પ્રેરણાદાયક કોમી એકતાનું પ્રતિક

2335

રાજુલા તાલુકાના વાવેરા ગામે દર વર્ષે ૩૦૦ દિકરીઓનો રાસોત્સવ ઉજવાય રહ્યો છે. ગત નવરાત્રીના દશેરા મહાપર્વમાં સરપંચ બીચ્છુભાઈ ધાખડા, તાલુકા સદસ્ય પ્રતાપભાઈ મકવાણા, ઉપસરપંચ અને તાલુકા ભાજપ મંત્રી કનુભાઈધ ાખડાએ વાવેરાના એક મુસ્લિમ બીરાદર છેલ્લા ૧પ વર્ષથી મારૂતિ ગરબી મંડળના આયોજક બની ભુપતભાઈ જમાલભાઈ બેલીમ પોતે મુસ્લિમ હોવા છતા ગામમાં કોમી એકતા જળવાઈ રહે માટે હિન્દુ સમાજના પવિત્ર તહેવાર નવરાત્રી મહોત્સ્વમાં નવ દિવસ ૩૦૦ દિકરીઓને રાસોત્સવ નિર્વાથ ભાવે પોતાનો કિંમતી સમય આપીને મહોત્સવમાં ભાગ લઈ આજુબાજુના વીસ્તારમાં ઈનામી ડ્રો રાખી તેની ભેગા થયેલ રૂપિયાથી તેમ ફાળો ઉધરાવી તેને રકમ આ ગરબી મંડળમાં બાળાઓને પ્રોત્સાહિત કરવા ઈનામો આપે છે. આ બાબતે ગામ આગેવાનો આ મુસ્લિમ બિરાદર ભુપતભાઈ બેલીમનું સન્માન કરવા પ્રેરાઈને તેનું કનુભાઈ ધાખડા, ઉપસરપંચ વાવેરા, પ્રતાપભાઈ મકવાણા અને સરપંચ બીચ્છુભાઈ ધાખડા દ્વારા જાહેરમાં દશેરાના પવિત્ર દિવસે સન્માનીત કરાયા જે અન્ય શહેર ગ્રામવાસીઓને પ્રેરણાદાયક રહેલ.

Previous articleમહુવા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન, મહારેલી
Next articleરાણપુર ગાયત્રી સોસા.માં શસ્ત્ર પૂજન