ગીરના તુલસીશ્યામ રેન્જમાં ત્રણ સિંહ બાળના મોત, ઇનફાઇટમાં મોત થયા હોવાનો વનવિભાગનો દાવો

1024

ધારી ગિરપૂર્વના દલખાણીયા રેન્જના સરસિયા વિડીના ૨૩ સિંહના મોતની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં ત્રણ સિંહબાળના મૃતદેહ મળી આવ્યા છે ત્યારે વનવિભાગના જવાબદાર કહેવાતા સ્થાનિક વનતંત્ર શંકાના દાયરામાં આવી ગયું છે. સિંહબાળના કઈ રીતે મોત થયા તે પણ એક તાપસ નો વિષય છે જ્યારે જે સિંહણ પર બકરાંના ગોવાળ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે સિંહણ ના જ આ સિંહબાળ હતા તેવું સ્થાનિક સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે જ્યારે વનવિભાગના આ ઘાયલ સિંહણના બચ્ચાં ન હોવાનું જણાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડના ખાડધાર રેવન્યુ વિસ્તારના ઢેઢિયા તરીકે ઓળખાતા વિસ્તારમાં બે દિવસ પહેલા એક ગોવાળ દ્વારા પોતાના બકરાં ઉપર મારણ માટે સિંહણ દ્વારા હુમલો કરવા જતા બકરાંને બચાવવા માટે ગોવાળે સિંહણ ઉપર કુહાડી દ્વારા હુમલો કર્યો હતો અને સિંહણને કુહાડીના ચાર જેટલા ઘા મારી લોહીલુહાણ કરી નાખી હતી ત્યારે આ સિંહણ ઉપર હુમલો કરનાર દેવીપૂજકને હાલ વનવિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે આજે આ જ વિસ્તાર માંથી ત્રણ સિંહબાળના મૃતદેહ મળી આવ્યા છે. સ્થાનિક ગોવાળો લોકોના કેહવા પ્રમાણે આ સિંહણ ના જ આ સિંહબાળ હતા. આજે આ ત્રણેય સિંહબાળના મૃતદેહ મળી આવતા સિંહબાળ ના મોત ઉપર સવાલો ઉભા થયા છે. જ્યારે વનવિભાગના કહેવતા સિંહોના રખેવાળ એવા આ રાઉન્ડના જવાબદાર કહેવાતા કર્મચારીઓ ને શુ આ સિંહણને સિંહબાળ છે.

તેનો ખ્યાલ નહીં હોય કે કેમ તે પણ એક તાપસ નો વિષય છે. વનવિભાગ હાલ આ સિંહબાળના ઇનફાઈટ માં મોત થયા હોવાનું જણાવી રહ્યા છે સિંહબાળ ચાર થી પાંચ માસના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ખાડધાર રેવન્યુ વિસ્તારમાં સિંહબાળનો મૃતદેહ પડ્‌યો હોવાની બાતમી મળી જ્યારે સ્થાનિક વનવિભાગના કર્મચારીઓ ત્યાં પહોચ્યા હતા ત્યારે એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યા બાદ માં આજુબાજુ ના વિસ્તારમાં તપાસ કરતા વધુ બે સિંહબાળના મૃતદેહ મળી આવ્યા હતા. આમ કુલ ત્રણ સિંહબાળના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અહીં વધુ એક નીલગાયનું મારણ પણ મળી આવ્યું હતું ત્યારે વનવિભાગની પ્રાથમિક તપાસમાં આ સિંહબાળના ઇનફાઈટમાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. સિંહબાળના માથા,પેટ અને પીઠના ભાગે રાક્ષસી દાંતના નિશાન મળી આવ્યા છે. ખાંભા ખાતે આવેલ રેન્જ કચેરીમાં આ સિંહ બાળનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું બીજી તરફ આ ઇનફાઈટમાં અન્ય સિંહ કે સિંહણ ઘાયલ થયા છે કેમ તે માટે અલગ અલગ ટીમો બનાવી હાલ તાપસ હાથ ધરવામાં આવી છે.

Previous articleસ્વાઈન ફ્લૂનો કાળો કેર જારી : વધુ ૧૭ કેસો નોંધાયા
Next articleતલાટીઓની હડતાળના પગલે પંચાયતોની કામગીરી ઠપ્પ થઈ