રાજુલાના સાગર સરવૈયા સાદ કરે ત્યાં આકાશમાંથી શાંતી દુતનાં ઝુંડ ઉતરી આવે !

913

રાજુલા શહેરમાં પ્રકૃતિ પ્રેમી પક્ષી પ્રેમી સાગર જેવડુ વિશાળ હૃદય ધરાવતા સાગર સરવૈયા સાદ કરે ત્યારે આકાશમાંથી શાંતિદુત (પારેવા)ના ઝુંડ ઉતરી પડે છે.

રાજુલામાં એક પ્રકૃતિ પ્રેમી પક્ષી પ્રેમી કે જેનું સાગર જેવડુ વિશાળ હૃદય ધરાવતા સાગર સરવૈયા જેને દરરોજ સવારે આકાશમાં સાદ કરે ત્યારે શાંતિદુત પારેવાના ઝુંડના ઝુંડ ઉતરી પડે છે. જયારે ચોમાસાની શરૂઆતમાંથી દરેક પક્ષીઓને દાણા ચણ ઉગી જાય છે. ત્યારે ખોરાક માટે દાતાઓ વેપારી મહાજન કાઠી ક્ષત્રીઓથી લઈ તમામ જ્ઞાતિના દાતાઓ પારેવારની ચણ આપવા માટે પડા પડી થાય છે. તેવા જ રાજુલા શહેરના પક્ષી પ્રેમી સાગરભાઈ સરવૈયાને વેપારી એસોસીએશન પ્રમુખ બકુલભાઈ વોરા તેમજ મહેન્દ્રભાઈ ધાખડા સહિત ભાજપ જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ સહિતે અભિનંદન પાઠવ્યા છે. અને પક્ષીની ચણમાટે આહ્વાન કર્યુ છે.

Previous articleસિહોરને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા વૃક્ષારોપણનો કાર્યક્રમ
Next articleજાફરાબાદ લાઈબ્રેરી દ્વારા જનરલ નોલેજ ટેસ્ટ યોજાઈ